Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૮૦
આઝાદી પહેલાં અને પછી
વછર પેથિક-લોરેન્સની આગેવાની નીચે પાર્લામેન્ટ ડેલિગેશન બ્રિટનના વડાપ્રધાન ઍટલીએ કહ્યું હતું. ૧૯૪પના ડિસેમ્બરમાં કેદ્રની વડી ધારાસભાની ચૂંટણી થતાં એમાં લીગને મુસ્લિમોના ૮૬ ટકા અને કોંગ્રેસને બિનમુસ્લિમોના ૯૦ ટકા મત મળ્યા હતા. જાપાને શરણાગતિ સ્વીકારતાં સંપૂર્ણ શાંતિ થઈ હતી. આઝાદ હિંદ ફોજના અગ્રગણ્ય અફસરોના ખટલાને કારણે તથા નૌકાદળના સૈનિકના બળવાને કારણે દેશમાં નવું વાતાવરણ સર્જાયું હતું. સરદાર પટેલની દરમ્યાનગીરીથી નૌકાદળના બળવાને થેંડા રક્તપાત બાદ અંત આવ્યો હતે. આઝાદ હિંદ ફેજના અફસરોને ભૂલાભાઈ દેસાઈએ સમર્થ રીતે બચાવ કર્યો હતું અને આ અફસરેને મુક્ત કરવાની સરકારને ફરજ પડી હતી. સરકારને સમજાઈ ગયું હતું કે ભારતને હવે બળજબરીથી કબજે રાખી શકાશે નહિ, તેથી બ્રિટનની મજૂર સરકારે લઘુમતીના હકોનું રક્ષણ કરવાની જાહેરાત પછી હિંદને સ્વરાજય આપવા માટે ૨૪-૩-૧૯૪૬ ના રોજ કેબિનેટ મિશન વાટાઘાટ માટે મે કહ્યું હતું. મહમદઅલી ઝીણાએ આ જનાને પ્રથમ સ્વીકાર કર્યા બાદ ઇન્કાર કરતાં આ યોજનાને અંત આવ્યો હતે.
૧૯૪૬ માં વચગાળાની મિશ્ર સરકાર કોંગ્રેસ અને લીગ પક્ષની બની હતી, પણ એ મનમેળથી કામ કરતી ન હતી અને સરકાર બે બ્લોકમાં વહેંચાઈ ગઈ હતી. બંધારણ સભામાં દાખલ થવાનું એનું વચન લીગે પાળ્યું નહિ. અને પાકિસ્તાનનું ગાણું ચાલુ રાખ્યું હતું. આ કારણે ગુજરાત સહિત બંગાળા બિહાર ઉત્તર–પ્રદેશ વગેરેમાં હિંદુ-મુસ્લિમ કોમી રમખાણ થયાં. ગુજરાતમાં રજબઅલી લાખાણી અને વસંત હેગિષ્ટએ આ રમખાણમાં શાંતિ સ્થાપવા પ્રયત્ન કરતાં જાન ખેયા હતા. ૨૪–૩–૪૭ ના રોજ લેવલના સ્થાને લોર્ડ માઉન્ટબેટન વાક્સરય તરીકે નિમાતાં વાટાઘાટની ક્રિયા ઝડપી બની અને ૧૪-૧૫ જૂનના દિવસે દરમ્યાન દેશના ભાગલા પાડવાની યોજના કેસ તથા લીગે સ્વીકારી. ગાંધીજી આ યોજના સ્વીકારવાની વિરુદ્ધ હતા, એમ છતાં સાથીઓની ઈચ્છાને એમણે માન આપ્યું. ૧૯૪૭ ની ૧૫ મી ઓગસ્ટે દેશ આઝાદ થતાં ૧૭૫૭ થી શરૂ થયેલ બ્રિટિશ શાસનને અંત આવ્યો. ૧૬
પાદટીપ ૧. શિવપ્રસાદ રાજગર, “અર્વાચીન ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક
ઇતિહાસ, પૃ. ૨૧૧-૨૧૨; શાંતિલાલ દેસાઈ, “રાષ્ટ્રને સ્વાતંત્ર્યસંગ્રામ
અને ગુજરાત,' પૃ. ૨૪૫-૪૬ 2. Gujarat District Gazetteer, Ahmedabad', pp. 165 f.