Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ ૨
રચનાત્મક પ્રવૃત્તિઓ
રચનાત્મક પ્રવૃત્તિની શરૂઆત ગાંધીજીના ભારત-આગમન સાથે થઈ. એ અગાઉ સ્વદેશીની ચળવળને જન્મ થયો હતો અને એનાથી રાજકીય અને સામાજિક પ્રવૃત્તિ ઉપરાંત ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ મળ્યું હતું. ગાંધીજીના આગમન બાદ રેંટિયાની અને ગેસેવાની શરૂઆત થઈ હતી. કોચરબ આશ્રમમાંના નિવાસ દરમ્યાન એને પાયો નખાયે હતે. અસ્પૃશ્યતાનિવારણની શરૂઆત તરીકે ભંગીની પુત્રી લક્ષ્મીને પિતાની પુત્રી તરીકે એમણે અપનાવી હતી. આશ્રમની પ્રવૃત્તિના બીજમાંથી આ વટવૃક્ષને જન્મ થયો હતો. ગાંધીજી માનતા હતા કે સ્વરાજ્યની ચાવી રચનાત્મક કામ છે. બેરસદની સત્યાગ્રહ છાવણીને રચનાત્મક પ્રવૃત્તિનું કેન્દ્ર રવિશંકર મહારાજ, બબલભાઈ તથા સુરેંદ્રજીએ બનાવ્યું હતું. સુખદેવભાઈ તથા ઠક્કરબાપાએ ૧૯૨૩ માં ભીલ સેવામંડળની સ્થાપના ભીષણ દુષ્કાળના પ્રસંગ પછી કરી હતી. દક્ષિણ ગુજરાતમાં ચુનીભાઈ અને જુગતરામભાઈએ હાળી પ્રથા રદ કરાવવા પ્રયાસ કર્યો હતે. છેટુભાઈ નાયકે આહવામાં સ્વરાજ્ય–આશ્રમ સ્થાપી ડાંગ તથા ધરમપુરના આદિવાસીઓની સેવા શરૂ કરી હતી. ડૉ. સુમંત મહેતા, કમળાશંકર પંડ્યા, દિનકર મહેતા, ડી. જી. પાંગારકર વગેરે પંચમહાલ ખેડા માંગરોળ માંડવી અને દેશી રાજ્યોમાં કિસાન–ચળવળ સાથે આદિવાસી ખેડૂતે, સીમાંત ખેડૂત ને તાળીઓની સ્થિતિ સુધારવા પ્રયત્ન કર્યા હતા. બોચાસણ વેડછી અને મઢીના આશ્રમ રચનાત્મક પ્રવૃત્તિનાં ધામ બન્યા હતા. દિલખુશ દિવાનજીએ દાંડી આસપાસ ગાંધી-કુટિરને સેવાધામ બનાવ્યું હતું.' હરિજન પ્રવૃત્તિ
હરિજનની સ્થિતિ આદિવાસીઓ કરતાં પણ બદતર હતી. ૧૯૨૪-૨૫ માં ગાંધીજીએ અસ્પૃશ્યતાનિવારણ માટે સૌરાષ્ટ્ર-કચ્છને પ્રવાસ ખેડ્યો હતો. ગોળમેજી પરિષદ પછી હરિજનને ૧૯૩૨ માં અલગ મતાધિકારની બ્રિટિશ સરકારે નવાજેશ કરી ત્યારે એમણે પિતાની જાતને હોડમાં મૂકી હતી. પરીક્ષિતલાલ મજમૂદાર તથા મામા સાહેબ ફડકેએ અસ્પૃશ્યતાનિવારણની પ્રવૃત્તિ અપનાવી હતી. શંકરલાલ બેન્કર “ડિપ્રેસ્ડ કલાસ મિશનનું કામ કરતા હતા. ગાંધીજીના ૨૧ દિવસના