Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં
૪૮
પણ સરકારી અનુદાન-સહાય અને અંકુશ ન સ્વીકારી અસહકારનું પગલું' ના લેવા સમજાવ્યું. એમ છતાં સુધરાઈ સભાસદેએ મક્કમ રહી સામાન્ય સભામાં અસહકાર કરવાને ઠરાવ કર્યો (૮મી ઓકટોબર). એણે પિતાની શાળાઓ માટે નવેસર અભ્યાસક્રમ તૈયાર કર્યો અને શાળાઓને ગૂજરાત વિદ્યાપીઠ સાથે જોડવાનું નકકી કરી અમલ શરૂ કર્યો. રચવામાં આવેલા રાષ્ટ્રિય કેળવણી મંડળે ૫૪ શાળા ચલાવી.
સરકારી નોકરીમાં ચાલુ રહીને વફાદારી બતાવનારા શિક્ષકોને સરકારે આપેલી ખાતરી મુજબ નડિયાદમાં જ રાખવાની સરકારને ફરજ પડી. સરકારે પિતાના ખચે શાળાએ ખેલી, પણ વિદ્યાથીઓની જૂજ સ ખ્યાને લીધે બધા શિક્ષકને પૂરતું કામ ન આપી શકાયું. જ્યાં સુધરાઈની શાળાઓ ચાલતી હતી તે ત્રણ મકાન સરકારી માલિકીનાં છે એમ કાયદેસર બતાવી બળજબરીથી એ મકાનને કબજે સરકારે લીધે, પણ છેવટે એમાં એની નાલેશી થઈ અને મકાને પાછાં સુધરાઈને સોંપવાની ફરજ પડી.
અસહકાર બતાવતી અમદાવાદ સુરત અને નડિયાદની સુધરાઈઓને પિતાની ભૂલ સુધારવા સરકારે ૧૯૨૧ ઓકટોબરની ૧૭ મી તારીખની મુદત આપી હતી. નડિયાદ સુધરાઈએ તાત્કાલિક પગલાં લઈ તા. ૧૬ મી એકિટોબરે જ ઠરાવ કરીને સ્થાનિક શિક્ષણ સમિતિને શાળાઓને બધો હવાલો સોંપ્યું અને રૂ. ૨,૫૦૦ની અનુદાન સહાય આપવા ઠરાવ્યું. સરકારે એ રકમ આપવા ન દીધી અને પિતાના વહીવટ હેઠળની શાળાઓને ખર્ચ, સુધરાઈનું ભંડોળ જે પિતાના હસ્તક હતું તેમાંથી, કાપી લેવા માંડ્યો. સરકારે સુધરાઈની ચૂંટણી ફરીથી કરાવી (નવેમ્બર, ૧૯૨૨), છતાં પણ નવા સભાસદોમાં પ્રમુખ સહિત વીસ સભ્યો અસહકારી વલણવાળા હતા. સુધરાઈના તાબાની શાળાઓને ખર્ચ લેક પાસેથી ઉઘરાવીને કરવામાં આવતા.
સુધરાઈને નમાવવા માટે સરકારે અમદાવાદ સુધરાઈની જેમ કાયદાને આશ્રય લીધો. સુધરાઈ-પ્રમુખ સહિત બીજા દસ સભ્યોએ સરકારી અંકુશ ન સ્વીકારી સુધરાઈની શાળાઓ જે સમય દરમ્યાન (એટલે કે તા. ૧૫-૨-૧૯૨૧ થી તા. ૫-૧-૧૯૨૨ સુધી) ચલાવી હતી તે સમય દરમ્યાન થયેલા ખર્ચની રકમ રૂ. ૧૭,૦૬૭–૭– વસૂલ લેવા અદાલતમાં દા માંડ્યો. બીજી તરફ સુધરાઈને એના મનસ્વી વર્તન બદલ બરતરફ કરવા જેવી પરિસ્થિતિ સરકારે નિયુક્ત સભ્યો