Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આઝાદી પહેલાં અને પછી
હિંદીઓની પરિસ્થિતિ, બ્રિટિશ સસ્થાનામાં અંગ્રેજોની પકડ અને શાષણનીતિ, રાજકીય સુધારા, પ્રધાનમ`ડળની રચના, જવાબદારી અને વાઇસરોય તથા ગવનર તરફથી બાંહેધરીના ભંગ, દેશી રાજ્યાની પ્રજાના જવાબદાર રાજ્યતંત્ર માટે અધિકાર અને એ અંગે કોંગ્રેસની નીતિ વગેરેની સ્પષ્ટતા કરી હતી. કુલ ૨૦ ઠરાવ કરાયા હતા. આ પ્રસંગે ગુજરાતના સિાનાએ એમના પ્રશ્ન પરત્વે જંગી રેલી દ્વારા અધિવેશનનું ધ્યાન ખેંચ્યું હતું અને એમણે એમનું માગણીપત્રક રજૂ કર્યું" હતું. ઇંદુલાલ યાજ્ઞિક, ડી. જી. પાંગારકર, ડૉ. સુમત મહેતા તથા બીજા કાકાએ કિસાનાની આગેવાની લીધી હતી. આ જ પ્રમાણે આ અધિવેશનમાં કોંગ્રેસે દેશી રાજ્યાની પ્રજાકીય સંસ્થાઓને કારોબારીની સૂચના પ્રમાણે અને એના અંકુશ નીચે કામ કરવાની છૂટ આપી હતી. રાજદ્વારી પ્રવૃત્તિ કે લત કૉંગ્રેસના નામે ઉપાવી નહિ એવી સ્પષ્ટ શરત મૂકવામાં આવી હતી. કિસાનચળવળ અંગે એમનું સ ંગઠન રચવાની હક્ક સ્વીકાર્યા હતા. ઝાંઝીબારના લવિંગના પ્રશ્નને હિંદી વેપારીઓના હિતને હરિપુરા અધિવેશનમાં ટેકમાં આપવામાં આવ્યો હતા. ઝાંઝીબારની સરકારના અન્યાય સામે ઝાંઝીબારના લવિંગની આયાત ભારતે બંધ કરી બહિષ્કાર પાકાર્યા હતા.૧૨
૬૮
બીજુ વિશ્વયુદ્ધ અને સત્તાત્યાગ
માર્યાં, ૧૯૩૯ માં ત્રિપુરા ખાતે કેંગ્રેસ અધિવેશન સુભાષબાજીના પ્રમુખપણા નીચે થયું હતું. કાંગ્રેસ પક્ષના આગેવાને પટ્ટાભી સીતારામૈયાને પસંદ કરવાના મતના હતા. પંજાબ બંગાળ અને મહારાષ્ટ્રના તથા સમાજવાદી અને સામ્યવાદી પ્રતિનિધિઓના સબળ ટેકાને કારણે સુભાષબાબુ ચૂંટાઈ આવ્યા હતા, પણ કારોબારીની રચના ગાંધીજીની સલાહ મુજબ કરવાના પ્રશ્નને સમાજવાદી અને સામ્યવાદી પ્રતિનિધિએ તટસ્થ રહેતાં એમની હાર થઈ અને એમણે પ્રમુખપદનુ રાજીનામું આપ્યું હતું. યુરોપમાં યુદ્ધનાં વાદળ ઘેરાતાં હતાં તેથી અગમચેતી તરીકે લાડ" લિનલિથગેાના આગ્રહથી એપ્રિલ, ૧૯૩૯ માં બ્રિટિશ પાલમેન્ટ તરફથી ૧૯૩૫ના ભારત કાયદામાં ૧૨૬ અ સુધારા આમેજ કરી મધ્યસ્થ સરકાર દ્વારા કટોકટી જાહેર કરવાની, પ્રાંતેનાં પ્રધાનમંડળેાને યુદ્ઘના કારણે સલાહ આપવાની તથા એમના વતી પ્રાંત હસ્તકના વિષય અ ંગે કાયદા ધડવાની અને હસ્તક્ષેપ કરવાની સત્તા મધ્યસ્થ ત ત્રને અપાઈ. વાઇસરોય ઇચ્છે ત્યારે પ્રાંતિક સરકારોના અધિકાર એ હાથમાં લઈ શકે અથવા એમના હુકમાનુ પાલન કરાવી શકે એવા આ સુધારા બ્રિટિશ પાલમેન્ટે એક જ દિવસમાં પસાર કર્યાં હતા. ૩-૯-૧૯૩૯ ના રાજ બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. કોંગ્રેસ પ્રધાનમ ઢળા અને લોકોને વિશ્વાસમાં