Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજકીય જાગૃતિ ; બ્રિટિશ મુલકમાં (ઈ. સ. ૧૯૩૨-૪૭)
સગવડા વધારવા કે મકાનની મરામત કરવા ઇન્કાર કરતા હતા. કશળચંદભાઈએ ઇંદુલાલ યાજ્ઞિકનું આ પ્રશ્ને ધ્યાન દારતાં ૧૯૩૯ માં ધારાસભાએ ઘરભાડાનિયમનના કાયદો પસાર કર્યો, એ પ્રમાણે વેપારીઓને ત્યાં નેકરી કરતા મુનીમા અને ગુમાસ્તાને પ્રશ્ન ઇંદુલાલ યાજ્ઞિકે હાથ ધર્યા હતા. એમના પ્રયાસથી મુંબઈની ધારાસભામાં હિંદ સેવાસમાજના સભ્ય શ્રી બખલેએ આ અંગે કાયદા ઘડીને મુંબઈ ધારાસભામાં રજૂ કર્યો હતા, જેને ગુમાસ્તામંડળે ટકા આપ્યા હતા. કમળાદેવી ચટ્ટોપાધ્યાયના પ્રમુખપણા નીચે ભરાયેલ ગુમાસ્તા પરિષદે એમના કામકાજના ક્લાર્કા પગાર રજા વગેરે નક્કી કરવા માગણી કરી હતી. પરિણામે ‘ગુમાસ્તા ધારે' પસાર થઈને અમલમાં આવ્યા હતા. મુબઈ પ્રાંતમાં પ્રાંતિક સ્વરાજ્યની આડક્તરી અસર દેશી રાજ્યાના વહીવટ ઉપર પણ પડી હતી અને એ કારણે દેશી રાજ્યામાં સુધારા દાખલ કરવા પ્રાત્સાહન મળ્યું હતું. સમાજવાદીએ તથા સામ્યવાદીઓને ગણાતધારાથી સ ંતાષ થયા ન હતા. એનાથી ગણાતિયાને જમીન છેાડી દેવા મૂળ માલિકા તરફથી દબાણ વધ્યું હતુ અને એમને જમીન છેાડી દેવા ફરજ પડી હતી, એમ છતાં એકંદર ફાયદા થયા હતા. માધ્યમિક શાળામાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હતું એમાં ફેરફાર થયા હતા અને ગુજરાતીમાં કેટલાક વિષય શીખવવા છૂટ મળી હતી. શારીરિક શિક્ષણના વિષયને અભ્યાસક્રમમાં સ્થાન અપાયુ હતુ. અને ‘કુવલયાનંદ' સમિતિ તેને અભ્યાસક્રમ વગેરે નક્કી કરવા નિમાઈ હતા. પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરી શકાયુ' ન હતું, પણ શાળા વિનાનાં ગામેામાં વૅલન્ટરી સ્કૂલ” યાજના નીચે વધુ શાળાએ ઊઘડી હતી. શાળાનું નિરીક્ષણ જિલ્લા સ્કૂલ ખા` અને મ્યુનિસિપલ સ્કૂલ ખે` પાસેથી પાછુ લઈ શિક્ષણની ગુણવત્તા વધે અને શિક્ષણમાં સ્થાનિક ઘાલમેલ ઘટે એ માટે એની જવાબદારી ઉપશિક્ષણાધિકારીને સાંપાઈ હતી. વાલાડ તથા બારડાલી તાલુકાનાં અને ખીજાં કુલ ૧૯ ગામામાં ખુનિયાદી શિક્ષણના પ્રયોગ કરાયા હતા. પ્રૌઢશિક્ષણ તથા પુસ્તકાલયપ્રવૃત્તિને પશુ ઉત્તેજન અપાયું હતું.૧૧ હરિપુરા અધિવેશન
૬૭
મુંબઈ પ્રાંતમાં કૅૉંગ્રેસના શાસન દરમ્યાન સુરત જિલ્લાના હરિપુરા મુકામે કાંગ્રેસ પક્ષનું અધિવેશન ૧૯-૨-૧૯૩૮ ના રોજ સુભાષચંદ્ર ખેઝના પ્રમુખપણા નીચે થયું હતું. ગ્રામજનતા ભાગ લઈ શકે એ કારણસર આ સ્થળ પસંદ કરાયું હતું. અધિવેશનમાં શકય હાય તેટલી ગ્રામ-ઉદ્યોગની વસ્તુ વાપરવા તકેદારી રખાઈ હતી. ખેડૂતે માટે ખાસ રસેાડું ખાલવામાં આવ્યુ` હતુ`. પ્રમુખના ભાષણમાં સુભાષબાબ્રુએ બ્રિટિશ હિંદમાંની સરકારી નીતિ, દેશપરદેશમાં વસતા