Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫૦.
આઝાદી પહેલાં અને પછી નીમીને ઊભી કરી. સરદારની સલાહથી કર નહિ ભરવાની લડત એક વર્ષ ચાલી. અદાલતમાં કેસ ચાલી જતાં સુધરાઈના શિક્ષણ આપવાના હક્કને અદાલતે સ્વીકાર્યો, પણ અભ્યાસક્રમમાં મૂળભૂત રીતે ફેરફાર કરેલ હતો એવા મુદ્દા પર સરકારની તરફેણમાં ચુકાદો આપ્યા. આમાં અગિયાર સુધરાઈ સભ્યને જવાબદાર ગણી ખર્ચ અને રૂ. ૧૨,૨૯૬–૨-૦ની રકમનું હુકમનામું સરકારને કરી આપ્યું. સભાસદોએ હાઈકોર્ટમાં અપીલ કરતાં નીચલી અદાલતને ચુકાદે માન્ય રહ્યા. હુકમનામાની રકમ તથા ખર્ચની મળીને લગભગ પણ બે લાખની રકમ લેકે પાસેથી તથા વેપારીઓ પર લાગા નાખીને અને બહારગામ વસતા નડિયાદના વતનીઓ પાસેથી ફાળા તરીકે ઉઘરાવીને ઊભી કરવામાં આવી હતી.
સુરત
સુરત સુધરાઈએ પણ નાગપુરમાં મળેલી કેંગ્રેસના ઠરાવ અનુસાર સુધરાઈની શાળાઓને સરકારના અંકુશમાંથી મુક્ત કરવા ઠરાવ્યું (તા. ૪-૭-૧૯૨૧) અને અમદાવાદ તથા નડિયાદ સુધરાઈઓની જેમ કાર્યવાહી શરૂ કરી. સરકારે પોતાના ખર્ચે શાળાઓ કાઢી અને સુધરાઈની શાળાઓની વ્યવસ્થા તૂટી પડે એવા પ્રયાસ કર્યા. સુધરાઈને પિતાની ભૂલ સુધારવા અમદાવાદ-નડિયાદની જેમ આદેશ આયે. સુરત સુધરાઈએ પણ સ્થાનિક રાષ્ટ્રિય કેળવણી મંડળ ઊભું કરી શાળાઓ એને સેંપી દીધી અને ખર્ચ માટે રૂ. ૪૦,૦૦૦ ની અનુદાન-સહાય રકમ સરકારે આપેલે મનાઈ હુકમ મળે એ પહેલાં રાષ્ટ્રિય કેળવણું મંડળને સોંપી દીધી. એ પછી સરકારી કડક પગલાંઓને દેર શરૂ થયે, પણ સુધરાઈએ એને મક્કમતાપૂર્વક સામને કર્યો અને એક વિરોધી પગલું ભર્યું. સરકાર સુધરાઈની શાળાઓને કબજે ન લે એ માટે શાળાઓમાં એક મહિનાની રજાઓ જાહેર કરી અને શાળાના શિક્ષકને અમદાવાદમાં મળનારા કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લેવા જવું હોય તે જઈ શકે એવી છૂટ આપી. સરકાર માટે સુધરાઈનું આ પગલું અસહ્ય બની રહ્યું. ગાંધીજીએ આ માટે સુધરાઈને અભિનંદન આપ્યાં હતાં.૭૩ સરકારે સુધરાઈને બરતરફ કરતાં હતા. ૨-૧૨-૧૯૨૨) નાકરની લડત ચલાવવામાં આવી, જે ૧૯૨૩ માં જોરદાર બની હતી.
સુધરાઈને અમદાવાદ અને નડિયાદની જેમ શિક્ષા કરવા માટે સરકારે અદાલતમાં દાવો માંડ્યો એમાં સુધરાઈ પ્રમુખ અને બીજા ત્રીસ સભાસદેએ તા. ૪-૭–૧૯૨૧ થી તા. ૧૭–૧ર-૧૯૨૧ સુધી સરકારના અંકુશ વગર ચલાવેલી શાળાઓ પાછળ ખર્ચેલી રકમ રૂ. ૬૭,૮૦૩-૬-૩ અને રાષ્ટ્રિય કેળવણી મંડળને આપેલી અનુદાન-સહાયની રકમ રૂ. ૪૦૦૦૦ મળી કુલ