Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં
૫૧
રૂ. ૧૦૭,૯૦૩-૬-૩ ની રકમ સુધરાઈ-ભંડાળમાંથી ખેંચીએ એના ખાટા અને ગેરકાયદે ઉપયોગ કર્યો હતા એવી રજૂઆત અદાલતમાં કરવામાં આવી હતી. આ કેસમાં અદાલતે માત્ર રૂ. ૪૦,૦૦૦ ની અનુદાનની રકમ માટે સુધરાઈના સભાસદોને દાષિત ગણી એટલી રકમનું હુકમનામું સરકારને કરી આપ્યું. ગાંધીજીએ હુકમનામાની આ રકમની જવાબદારી સુરતના અસહકારીશહેરીઆ પરની ગણાવી હતી.૭૪ અલબત્ત, આ રકમ માટે પણ નડિયાદ સુધરાઈની જેમ ઉઘરાણું કરવામાં આવ્યું હતું.
સરકારે ૧૯૨૫ માં સુરતની પ્રજાની સુધરાઈ પાછી આપી ત્યારે રાષ્ટ્રિય કેળવણી મંડળે પેાતાની શાળાએ પણ સુધરાઈને પાછી સાંપી.
આમ ગુજરાતની ત્રણે શહેર-સુધરાઈઓની લડત સાચા સ્થાનિક સ્વરાજ્યના સત્તા અને જવાબદારી દર્શાવવા માટેની બની રહી. અલબત્ત, એમાં માત્ર પ્રાથમિક કેળવણીના અધિકાર સ્થાનિક સુધરાઈના હતા અને એને અદાલતે માન્ય રાખ્યા હતા એ મુખ્ય મુદ્દા પર લડતા ચલાવવામાં આવી હતી. લડત માત્ર તે તે ક્ષેત્ર પૂરતી જ મર્યાદિત રાખવામાં આવી હતી. એ લડતામાં શિક્ષકોને કંઈ ને કંઈ ભાગ આપવા પડયો, એમાંથી એમને કિંમતી તાલીમ મળી. વળી સ્થાનિક સ્વરાજ્યના વહીવટમાં લેાકેાને રસ લેતા કરવાના અને પેાતાના શહેરના વહીવટના પેાતે માલિક થઈ શકે છે એવાં સભાનતા અને આત્મવિશ્વાસ પ્રેરવાના આ સફળ પ્રયાગ હતા એમ જરૂર કહી શકાય. ૧૯૨૭ ના જુલાઈમાં સુરત ખાતે પહેલી સ્થાનિક સ્વરાજય પરિષદ સરદાર વલ્લભભાઈના પ્રમુખપદે યશાઈ હતી તેમાં સરકારની નીતિ સુધરાઈને મદદ કરવાને બદલે સુધરાઈઓનાં કામેામાં અવરોધ નાખવાની રહી હતી એની સખત ઝાટકણી સરદારે કાઢી હતી.૭૫
૧.
પાટીપ
Government of Bombay-Source Material for a History of the Freedom Movement in India, (SMHFMI) Vol, II : 1885-1920 p. 600
૨. વલ્લભદાસ અક્કડ,‘સ્વાતંત્ર્યસ’ગ્રામને। એક સૈકા', “ગુજરાત એક પરિચય', પૃ. ૬૩૦-૬૩૧
૩, SMHFMI, Vol. II, pp. 557 ff.