Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં
૪૩
લકોને અનુરોધ કરવામાં આવ્યો. આ સમયમાં ઇંગ્લેન્ડમાં ગોળમેજી પરિષદ ભરવાની યોજના સરકારે જાહેર કરી હતી. કેંગ્રેસ એમાં ભાગ લે એ માટે ગાંધીજીએ અગિયાર મુદ્દા નમૂનારૂપ રજૂ કર્યા, જેમાં દારૂનિષેધ હૂંડિયામણ જમીન-મહેસુલ મીઠાવે અને લશ્કરી ખર્ચા સંબંધી બાબતોને સમાવેશ થતો હતો. આવી શરતે મંજૂર થતાં કેસ ગોળમેજી પરિષદમાં ભાગ લઈ શકશે એમ એમણે વાઈસરોયને જણાવેલું, પણ વાઈસરોયે એ માટે કોઈ બાહેધરી ન આપી અને જણાવ્યું કે બધા પક્ષ ગોળમેજી પરિષદમાં જાય કે ન જાય, પણ પરિષદ યોજાશે જ. સરકાર સત્યાગ્રહી પ્રવૃત્તિ દાબી દઈ કાયદો અને વ્યવસ્થા સ્થાપવા માટે બધાં જ પગલાં લેશે એવી પણ એમણે ચેતવણી ઉચ્ચારી હતી."
આથી અમદાવાદમાં ૧૯૩૦ ની ફેબ્રુઆરીની ૧૪ મીએ મળેલી કોંગ્રેસની કારોબારી સમિતિમાં સામુદાયિક સત્યાગ્રહ કરવાને ઠરાવ કરાયો અને સત્યાગ્રહની તમામ રીતને એમાં ઉપયોગ કરવાની અને લડતનું સુકાન સંભાળવાની ગાંધીજીને સંપૂર્ણ સત્તા આપવામાં આવી. ઈંગ્લેન્ડમાં કોંગ્રેસના આ ઠરાવના અવળા પ્રત્યાઘાત પડ્યા અને ગાંધીજી સહિતના તમામ આગેવાનને પકડી લેવાની સલાહ ત્યાં અપાવા લાગી. આ બાજુ સરદાર, જવાહરલાલ નહેરુ અને અન્ય આગેવાને દેશમાં પ્રજાની વચ્ચે જઈને આવનારી અહિંસક લડતને ખ્યાલ આપી જરૂરી સૂચનાઓ આપતા હતા. ગાંધીજીએ વાઈસ ય લોર્ડ ઈર્વિનને આખરીનામું કહી શકાય તે એક પત્ર લખે (૨ જી માર્ચ), જે અતિહાસિક બની રહ્યો. એમાં હિંદની પ્રજા સાથે સંઘર્ષ ટાળવા અનુરોધ કર્યો અને એમ ન થાય તે હું ૧૨ મી માર્ચે સત્યાગ્રહ શરૂ કરીશ એમ જણાવ્યું હતું. આમ એક બાજુ લડતની પૂરી ઝીણવટથી તૈયારી ચાલી રહી હતી અને બીજી બાજુ આખરી
સલા માટે વાઈસરોયને આખરીનામું અપાયું હતું. લડતને મુદ્દો ગરીબ અને તવંગર સૌને એકસરખી રીતે લાગુ પાડનારા મીઠાવેરાને બનાવ્યું. દસ પાઈના મીઠા પર બસો પાઈની જકાત સરકારે નાખી હતી. કાયદાને પોતે પ્રથમ ભંગ કરે અને પછી સમગ્ર પ્રજામાં એને વ્યાપક ભંગ થાય એવી ગાંધીજીની ખુલ્લી યોજના હતી. - સત્યાગ્રહને આરંભ સાબરમતી આશ્રમથી ગાંધીજી પોતાના ૮૧ સૈનિકો સાથે નીકળીને કરે એમ નક્કી થયું. એ કૂચ ખેડા જિલ્લાના બેરસદ તાલકાના મહી નદીના કાંઠા પર આવેલા બદલપુર સુધી લઈ જઈ ત્યાં અગ્નિથી દરિયાનું પાણું ઉકાળી એમાંથી મીઠું બનાવવાની યેજના વિચારાઈ, પણ સુરતના કાર્યકર્તા કલ્યાણજીભાઈ મહેતાનાં સૂચન અને આગ્રહથી સત્યાગ્રહી કૂચને સુરત