Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
४४
આઝાદી પહેલાં અને પછી
જિલ્લાને વીંધીને દરિયાકિનારે લઈ જવાનું નકકી કરાયું. પસંદગી સમિતિએ તીથલ ધરાસણ લસુંદરા કરાડી અને દાંડીનાં સ્થળોમાંથી છેવટે દાંડી પર પસંદગી ઉતારી. સાબરમતીથી દાંડી જવાને માર્ગ પણ નિશ્ચિત કરાયો. ૨૭ સાત સાત સફળ સત્યાગ્રહ કરી ચૂકેલી ગુજરાતની પ્રજાએ લાયકાત પ્રાપ્ત કરી હોવાથી આ રાષ્ટ્રિય કક્ષાના સત્યાગ્રહની યજ્ઞવેદી બનવા ગુજરાત તત્પર થઈ ગયું. લડતની પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી.
આવા જંગી યુદ્ધના સમાચાર દેશભરમાં અને પરદેશોમાં પહોંચી ગયા. સ્વિન્ઝર્લેન્ડ જેવા યુરોપીય દેશથી ફોટો પાડવા પત્રકારો આવી પહોંચ્યા હતા. કેટલાક ગેરા પણ આવ્યા હતા. ૧૨ મી માર્ચે કૂચ શરૂ થવાની હતી. સરકારના મંતવ્ય પ્રમાણે ગાંધીજી કરતાં સરદાર વધુ ખતરનાક હતા એથી એમની ૭મી માર્ચે ખેડા જિલ્લાના રાસ ગામેથી ધરપકડ કરી, એમને બોરસદ લઈ જઈ એમના પર નાટયાત્મક અને હાંસીરૂપ કેસ ચલાવી સજા કરી. આની અસર ગામલેકે પર ભારે થઈ. ત્યાંના બધા જમીનદારે અને અમલદારે વિશેષ હકક ભોગવતા હતા. એમણે આના વિરોધમાં રાજીનામાં આપી દીધાં. આ જ ગામમાંથી ૫૦૦ વ્યક્તિઓએ સ્વયંસેવક તરીકે નામ નોંધાવ્યાં હતાં. સરદાર પર કેસ ચલાવી સરકારે પક્ષ રીતે લેકને ઉગ્ર લડત આપવા માટે વધુ ઉત્તેજિત કર્યા હતા એમ કહી શકાય.
નક્કી કર્યા મુજબ ગાંધીજીએ ૧૨ મી માર્ચે સાબરમતી આશ્રમથી ઐતિહાસિક કૂચ આરંભી. કૂચના માર્ગ પરનાં ગામમાં સભાઓ ભરાતી. ગાંધીજી એમનાં ભાષણોમાં લેકેને મીઠાના કાયદાને સવિનય ભંગ સમજાવી નવી નવી રીતે સ્વરાજ્ય-લડત અને સત્યાગ્રહનું મહત્ત્વ સમજાવતા રહ્યા. આમ એઓ તા. ૫ મી એપ્રિલે દાંડી પહોંચ્યા અને બીજે દિવસે સવારે દરિયાકિનારે જામેલા મીઠાની ચપટી ઉપાડી અને મીઠાને કાયદે તેડ્યો. બ્રિટિશ સામ્રાજ્યની વિશાળ ઇમારતના પાયામાં જાણે આ રીતે લૂણે લગાડ્યો. એ પછી એમણે દાંડી વિજલપુર કરાડી વગેરે સ્થળોએ ઉત્તેજનાત્મક ભાષણ કરવા માંડ્યાં છતાં સરકારે એમની ધરપકડ ન કરી અને એમને થકવવાની ચાલબાજી કરી. દેશભરમાં મીઠાના આવા સત્યાગ્રહ થયા. લેકેને જુસ્સો ટકાવી રાખવા અને સરકારને પગલાં લેવાની ફરજ પડે એ માટે ગાંધીજીએ ધરાસણના મીઠાના અગરો પર અહિંસક હલ્લે લઈ જવાનું નક્કી કર્યું એટલે એમની ધરપકડ ૫ મી મેના રોજ કરવામાં આવી. અહીંથી ધરાસણને સત્યાગ્રહ શરૂ થયો. દાંડીકૂચના પડઘા ઈગ્લેન્ડ અમેરિકા જાપાન અને બીજા દેશમાં પડ્યા હતા. ૨૪ દિવસમાં લગભગ ૩૮૮ કિલોમીટર (૨૪૧