Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૪
આઝાદી પહેલાં અને પછી
સરકારે સેટલમેન્ટ ઑફિસરની માલના વધેલા ભાવની દલીલ સ્વીકારી ૩૦ ટકાને વધારે સ્વીકાર્યો તથા સેટલમેન્ટ કમિશનરની સૂચના પ્રમાણે ગામનું નવું વગીકરણ બહાલ રાખ્યું અને ૨૮ ટકાને વધારે પણ સ્વીકાર્યો. આમ બંનેના અહેવાલ અડધા અડધા સ્વીકાર્યા અને બંનેના ભાવ-વધારાના ટકા ન
સ્વીકારતાં ૨૨ ટકા વધારો મંજૂર રાખ્યો. પરિણામે ૨૩ ગામોને નીચલા વર્ગમાંથી ઉપર ચડાવવામાં આવ્યાં તેથી એ ગામો પર વધારાના મહેસૂલને અને વધારેલા દરને એમ બેવડે બેજો પડ્યો. આખા તાલુકાનું મહેસૂલ લગભગ ૨૮ ટકા વધારે સૂચવાયું હતું, આથી અગાઉ રૂ. ૫,૧૪,૭૬ર હતું તે રૂ. ૬,૭૨,૨૭૩ થઈ ગયું. આથી તાલુકામાં ભારે કચવાટ ફેલાયે. ગામે ગામે ગયા વગર અને સાચી પરિસ્થિતિને ખ્યાલ મેળવ્યા વગર બેટા ગણાતને આધારે સરકારી અમલદારોની સલાહથી બેટા આંકડા નક્કી થયા હતા એમ સ્પષ્ટ જણાયું.
પ્રજાની માગણી આખા તાલુકાની ફેર–આંકણું (રિવિઝન) રદ કરવાની થઈ શક્ત, પણ એ કેવી રીતે કરવું એને નિર્ણય કરવાનું કામ સરદાર વલ્લભભાઈને સેંપવામાં આવ્યું. સરદારે તમામ લેકેની માગણું મહેસૂલના ઘેરણ પૂરતી કેંદ્રસ્થાને રાખવા ઠરાવ્યું અને ઉગ્ર લડત ઉપાડવા તૈયારી કરી. લડત ઉપાડતાં અગાઉ એમણે ખુશાલભાઈ કુંવરજીભાઈ અને કલ્યાણજીભાઈ જેવા તાલુકાના કાર્યર્તાઓ પાસે લેકીને ત્યાગ કરવાની તૈયારીની તપાસ કરાવેલી. માત્ર વધારાનું જ નહિ, પણ પૂરું મહેસૂલ ન ભરવાની લેકેની તૈયારી હોય તે જ પોતે આ પ્રશ્ન હાથમાં લેશે એમ પણ કહ્યું હતું (તા. ૨૦–૧–૧૯૨૮). એ વખતે ચોર્યાસી તાલુકાના કેટલાક ખેડૂતે પણ આ સત્યાગ્રહમાં સામેલ થવા આવ્યા હતા, કારણું કે ત્યાં પણ જમીન-મહેસૂલમાં વધારે થયો હતો, પરંતુ સરદાર સત્યાગ્રહ બારડેલી પૂરતો સીમિત રાખવા માગતા હેવાથી એમને સમજાવીને ના પાડી હતી.
સરદારે બારડોલીની લડત શરૂ કરી એ પહેલાં લેકની લડત દરમ્યાન આવી પડનારાં જોખમોને શાંતિપૂર્વક વિચાર કરવા સાત દિવસની મુદત આપી હતી. એ પછી લડત શરૂ થઈ. લોકસેવકોની છાવણીઓ ઠેર ઠેર નખાઈ, જે પ્રજાને માર્ગદર્શન આપતી ગઈ. આંદોલનની ખબર આપવા જુગતરામ દવેએ “સત્યાગ્રહ પત્રિકા બહાર પાડી. સરદારનાં જોરદાર ભાષણથી બીજા ક્રમે આ પત્રિકાએ ભાગ ભજવ્ય. સૌરાષ્ટ્રથી આવેલા ફૂલચંદભાઈએ રચેલાં યુદ્ધગીત લોકભોગ્ય બન્યાં. અન્ય નેતાઓમાં કલ્યાણજીભાઈ કુંવરજીભાઈ તથા બહારથી આવેલાઓમાં અબ્બાસ સાહેબ તૈયબજી, દરબાર સાહેબ, મેહનલાલ પંડ્યા, રવિશંકર મહારાજ, ડે ચંદુભાઈ દેસાઈ, ગોરધનદાસ ચેખાવાલા, ઈમામ