Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આઝાદી પહેલાં અને પછી
લડાયક જુસ્સો અને સમયસૂચકતા વિકાસ પામે એ માટે ટેકરીયુદ્ધ અને શનિવારે ગામ બહાર જંગલમાં ઘણે દૂર સુધી લાંબી દેડ અને અવારનવાર પગપાળા પ્રવાસ જવાને કાર્યક્રમ અપનાવાત.
વ્યાયામશાળામાં શરૂઆતમાં દંડ અને બેઠક અને પછીથી મલખમ અને કુસ્તી ઉમેરાયાં, પણ અખાડાના કાર્યકરોને ખરા વ્યાયામ પ્રકારોના દાની ખબર ન હતી. બાબુરાવ ફણસલકર વ્યાયામના સર્વ પ્રકારના નિષ્ણાત હતા. એમણે વડોદરામાં જ સૂરસાગરની પાળ પર આવેલા પિતાના અખાડામાં છોટુભાઈ, એમના નાના ભાઈ અંબુભાઈ તથા નાજુકલાલ ચોકસીને શિયાળાના ત્રણ માસ દરમ્યાન સવાર સાંજ ત્રણ ત્રણ કલાક ખરા પ્રેમ અને ઉત્સાહથી વ્યાયામના સર્વ પ્રકારો અને ખાસ કરીને કુસ્તી મલખમ ફરીગદકા વગેરેનું શિક્ષણ આપ્યું.
૧૯૦૮ માં લક્ષ્મીનાથ વ્યાયામશાળાની સ્થાપના પછી ૧૯૧૭ સુધીમાં આઠ વર્ષના ગાળા દરમ્યાન ભરૂચની બટુકનાથ વ્યાયામશાળાને અપવાદરૂપે બાદ કરતાં, વડેદરા બહાર પદ્ધતિસરની એક પણ વ્યાયામશાળા હયાતીમાં આવી ન હતી. લક્ષ્મીનાથ વ્યાયામશાળામાં તૈયાર થયેલા જુવાનોએ ગુજરાતના ગામોમાં જઈ રાષ્ટ્રિય જાગૃતિ પ્રેરવાનું કામ ગાંધીજીના આગમન પહેલાં શરૂ કરી દીધું હતું.
ગુજરાતમાં વ્યાયામશાળાઓએ જાહેર જીવનમાં જે પ્રદાન આપ્યું છે તેમાં તહેવારની શુદ્ધિ, સામાજિક સુધારા, ચાર ચારની ટુકડીમાં કૂચ કરતાં સરઘસ, ભૂરી ચડ્ડી તથા સફેદ ખમીસને ગણવેશ, પગપાળા પ્રવાસો, શ્રમકાર્યમાં ગૌરવ લેવું, એવી બાબતોને સમાવેશ થાય છે.
છોટુભાઈએ વીસમી સદીના બીજા દાયકામાં કામ કરવાની વિસ્તૃત યોજના તૌયાર કરી તેમાં ખેતીમાં સુધારા કરી એને પ્રચાર કરવાની અને ગુજરાતમાં
વ્યાયામપ્રચાર કરવાની બાબતે મુખ્ય હતી. ૧૯૧૭ માં સજોદ (તા. અંકલેશ્વર, જિ. ભરૂચ) મુકામે ખેતીવાડીનું ક્ષેત્ર ચાલુ કરી પહેલી યેજના શરૂ કરી. બીજી યેજના વ્યાયામપ્રચાર કરવાની હતી તે ખૂબ નેધપાત્ર બની.
૧૯૦૯ પછી લક્ષમીનાથ વ્યાયામશાળાના પગલે પગલે વ્યાયામપ્રવૃત્તિને પ્રચાર ગુજરાતના ઘણું મોટા ભાગમાં થયે. ઠેર ઠેર વ્યાયામશાળાઓ સ્થપાવા લાગી. અંબુભાઈ પુરાણી ભરૂચમાં સ્થપાયેલી ન્યૂ ઇગ્લિશ સ્કૂલમાં જોડાયા અને ગુજરાતમાં પથરાયેલી વ્યાયામશાળાઓની કામગીરી પર દેખરેખ રાખવા લાગ્યા, પણ એમણે ૧૯૨૪ માં અરવિંદ આશ્રમમાં જોડાવા પંડિચેરી જવાનું