________________
ગીતાહન
............................................................................................................................................................****************************
[ = ૧૭
।। ૐ તત્સત્ ।।
।। ૐ શ્રી કૃષ્ણાત્મજાય નમ : ।। ગીતાદોહન વા તત્વાર્થે દીપિકા સુવર્ણ-જયંતિ પ્રકાશન- સવંત ૧૯૯૯ - ૨૦૪૯
પાંચમી આવૃત્તિના પ્રકાશન પ્રસંગે નિવેદન
પરમ પૂજ્ય અવધૂતથી ચરણગીરીજી મહારાજના શુભાશિષ અને પ્રેરણાથી પૂજ્યપાદ્ બ્રહ્મનિષ્ઠ, મહધિવર્ય સદગુરુ શ્રી કૃષ્ણાત્મજજી રચિત ‘ગીતાદોહન વા તત્વાર્થ દિપિકા’ ગ્રંથની ચોથી આવૃત્તિની ૨૦∞ પ્રત વિક્રમ સંવત ૨૦૪૧, ઈ.સ. ૧૯૮૫ની ૧૮ જાન્યુઆરીના રોજ બહાર પાડયા બાદ, સાત વર્ષના ટૂંકા ગાળામાં આ બધી જ પ્રત ખપી જતાં તેમજ ભાવિક જનોની સતત માંગને ધ્યાનમાં લેતા આ અદ્વિતીય અને પરમ પવિત્ર તથા પૂજનીય ગ્રંથની પાંચમી આવૃત્તિ પ્રકાશિત કરવાનું સૌભાગ્ય સાંપડવા બદલ પરમકૃપાળુ પરમાત્માની અસીમ કૃપાના અમે ઓશિંગણ છીએ. પૂજાપાદ મહષિવર્ષે કૃષ્ણાત્મજજી મહારાજશ્રીએ “સંવત ૧૯૯૯ ચૈત્ર સુદ નોમ, શ્રી રામજયંતિ, પુષ્યનક્ષત્રે, બુધવારના શુભ દિવસે આ પવિત્ર ગ્રંથ લખવાની શરૂઆત કરી અને તે વર્ષના ભાદ્રપદની વદી અગિયારસે, શનિવારના રોજ લેખનકાર્ય સંપૂર્ણ કર્યું હતું. (“ગીતાદોહન વા તત્વાર્થ દીપિકા - ઉપાસના કાણ્ડ - કિરણાંશ” પૃષ્ઠ સંખ્યા ૨૦). આ વર્ષે એટલે કે સંવત ૨૦૪૯ના ચૈત્ર સુદી નોમ ને રામનવમીના પુણ્યનક્ષત્રે, ગુરુવારના શુભ દિવસે આ મહાન ગ્રંથ લખવાની શરૂઆત કર્યાને પચાસ વર્ષ પૂરા થયા. તેથી આ પાંચમી આવૃત્તિ “સુવર્ણ જયંતિ પ્રકાશન” તરીકે પ્રકાશિત થઈ રહી છે જે અમારા માટે અત્યંત ગૌરવ અને આનંદની અનુભૂતિ સમાન છે. આ અમૂલ્ય અને પવિત્ર ગ્રંથની મુમુક્ષો તરફ્થી સતત માંગ રહેવાથી અપ્રાપ્ય એવા આ દુર્લભ ગ્રંથના પ્રકાશન કાર્યમાં ઈશ્વરની અનંત કૃપા અને પરમપૂજ્ય સદ્ગુરુ મહારાજશ્રીના શુભાશિષ નિમિત્ત બનવા બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ.
વીતેલા ૫૦વર્ષોમાં “ગીતાદોહન વા તત્વાર્થ દીપિકા” ગ્રંથનો પ્રચાર અને માંગ એક નવી ટોચ ઉપર પહોંચ્યા છે. પૂજ્યપાદ મહર્ષિવર્યના કુલ અગિયાર પ્રકાશનોમાં “ગીતાદોહન વા તત્વાર્થ દીપિકા” ગ્રંથને (સૌથી વધુ આવૃત્તિ) પાંચ આવૃત્તિ પ્રકાશિત થવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જેમાં આ મહાન અને અદ્વિતીય ગ્રંથમાં તેના રચયિતા પૂજ્યપાદ મહર્ષિવર્ય કૃષ્ણાત્મજજી મહારાજની મહાનતાનાં દર્શન થાય છે.
આજની મોંધવારીના સમયમાં કાગળ, છપાઈ, મજૂરી વગેરેના ભાવો અત્યંત ઊંચા ગયા હોવાથી સ્વાભાવિક છે કે આ દળદાર ગ્રંથની વેચાણ કિંમત વધુ થાય. પરંતુ, આ મહાન વિશ્વવંદનીય ધર્મગ્રંથનો, બૃહદ ગુજરાતની ધાર્મિક જનતા છૂટથી લાભ લઈ શકે તે હેતુથી આ અમૂલ્ય જ્ઞાનગ્રંથની કિંમત ઓછામાં ઓછી રાખવા શક્ય પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ શુભ કાર્યમાં પૂજ્યપાદ મહષિવર્ય શ્રી કૃષ્ણાત્મજજી મહારાજની અનન્ય કૃપાદષ્ટિ અને પરમપૂજ્ય સદ્ગુરુ અવધૂત શ્રી ચરણગીરી મહારાજના આશિર્વાદથી, આ પાંચમી આવૃત્તિ “સુવર્ણ જયંતિ પ્રકાશન” પડતર કિંમત કરતાં પણ ઓછી કિંમતે વેચવાની અનુકુળતા પ્રાપ્ત થઈ છે. આ સુવર્ણ જયંતિ પ્રકાશન કાર્યમાં અમૂલ્ય સહકાર ત્થા માર્ગદર્શન આપવા બદલ અમો સર્વે શ્રી ભૂપેદ્રભાઈ રીખવદાસ શાહ શ્રી પરાગ જૈન મંડળ, પ્રેમચંદ લલ્લુભાઈ ઍન્ડ કહ્યું. કાગળના વેપારી શ્રી બચુભાઈ શાહ, અને “આર્ટ ક્રમ પ્રીન્ટર્સવાળા શ્રી ક્રીષ્ણાભાઈનો હ્રદય પૂર્વક આભાર માનીએ છીએ.