________________
[ આ ૧૬
ચોથી આવૃત્તિનું નિવેદન પરમ પૂજ્ય શ્રી ચરણગીરીજી બાપુના શુભ આશિષથી અને પ્રેરણાથી પૂજ્ય પાદ, બ્રાનિષ્ઠ, મહષિવર્ય સદગુરૂ શ્રી કૃષ્ણાત્મજજી મહારાજ રચીત “ગીતા દેહન “વા “તત્વાર્થ દીપિકા ” ની જેથી આવૃત્તિ ભાવિક તથા વિશાળ અનુયાયી સમુદાય સમક્ષ રજુ કરતાં અને ઘણુંજ આનંદ થાય છે.
પહેલી આવૃત્તિ સંવત ૨૦૦૨ માં અને બીજી આવૃત્તિ સંવત ૨૦૦૫ માં અને ત્રીજી આવૃત્તિ સંવત ૨૦૦૮ માં બહાર પડી હતી. ત્યાર બાદ છેલ્લા ૩૨ વર્ષથી આ અમુલ્ય અને અદૂભૂત ગ્રંથ અપ્રાપ્ય હતા. તેથી ધર્મપ્રેમી ભાવિકો તરફથી તેની સતત માંગ રહેતી હતી. પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી અને સદૂગુરુદેવના શુભાશિષથી આ માંગને પહોંચી વળવા આ ચોથી આવૃત્તિના પ્રકાશનના અમે નિમિત્ત બન્યા તેથી અમે સૌ કૃત્યકૃત્યતા અનુભવીએ છીએ.
ગીતાને સંદેશે ગામડે ગામડે પહોંચાડનાર અને આપણી ભવ્ય સંસ્કૃતિનું પુનઃઉત્થાન કરનાર પરમ પૂજ્ય પાડુંરંગ શાસ્ત્રી આથેલજીએ આ ચોથી આવૃત્તિ માટે ઘણા પ્રેમથી પ્રસ્તાવના રૂપે આર્શીવચન લખી આપ્યા છે. તે માટે અમે તેમના ઋણી છીએ.
પૂજ્યપાદ મહર્ષિવર્ય પ્રણત ગ્રંથના પ્રકાશનના સર્વે હક શ્રી કૃષ્ણાત્મક વાકસુધા પ્રકાશન સમિતિને સ્વાધીન છે. તે સમિતિના સભ્યોમાંથી હાલ વિદ્યમાન શ્રી ધીરજલાલ પ્રાણજીવનદાસ પરીખે ખૂબ જ પ્રેમથી અને સહદયતાથી આ ગ્રંથ છપાવવાની પરવાનગી અમને આપી છે. તેથી તેમના અમે આભારી છીએ. સ્વામિશ્રી સચ્ચિદાનંદ મહારાજ (દંતાલી આશ્રમ, પેટલાદ) ના ગીતા દોહન' છાપવા માટે અમૂલ્ય માર્ગદર્શન તેમણે આપ્યું તે માટે અમે તેમના આભારી છીએ.
આ ગ્રંથ છપાવી પ્રસિદ્ધ કરવા માટે અમને આશરે રૂ. ૧ લાખ પચાસ હજારના ભંડળની જરૂર હતી તે માટે શ્રી એમ. એસ. પારખે ધી સેન્ટ્રલ ૫૫ એન્ડ પેપર મીસના માલીક જેમણે ઉદાર ભાવે ગીતા દેહનની ૨૦૦૦ મત છપાવવા માટે જરૂરી કાગળ ભેટ આપેલ છે. તે માટે તેમના પણ અમે ઘણું ઋણી છીએ. આ કાર્યમાં સક્રિય સાથ સહકાર અને પ્રત્સાહન આપવા માટે શ્રી જશવંતભાઈ મહેતા (માછ નાણું અને ઉદ્યોગ પ્રધાન ગુજરાત રાજ્ય) નો પણ હદયપૂર્વક આભાર માનીએ છીએ. તે પ્રમાણે અમારા દરેક ગુરુ બંધુઓ, તેમના નેહીઓ અને મિત્રોએ પણ આ કાર્યમાં ઉદાર હાથે ફાળે આપી અમને કત્યકૃત્ય કર્યા છે. તેમજ શ્રી કેનમ પ્રીન્ટસવાળા શ્રી રામભાઈ કેકારીને આ ગ્રંથને ખૂબ જ ચીવટથી અને ઝડપથી પાર પાડવા માટે, તેઓને ત્યા તેમના સહકાર્યકર ભાઈઓને પણ આભાર માનીએ છીએ.
અંતે આ શુભ કાર્યમાં ઘણા નામી, અનામી, ભાઈ બહેનેએ સાથ સહકાર આપે છે તે સોને અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
છેલ્લે અમારા પૂજ્ય ગુરુદેવ પરમહંસ શ્રી ચરણગીરીજી મહારાજ, જેમની પ્રેરણા અને આર્શીવાદથી જ આ અમુલ્ય ધાર્મિક ગ્રંથ જનતા સમક્ષ અમે મૂકી શક્યા છીએ તે માટે અમો સર્વે તેમના ત્રાણી છીએ.
લી. નમ્ર સેવકે અને ટ્રસ્ટીઓ ૧૮. જાન્યુઆરી, ૧૯૮૫
શ્રી ચરણગીરી બાપુ સ્મૃતિ ટ્રસ્ટ પ્રમુખ:- પુ. રતીગીરીજી મહારાજ - મુંબઈ
સ :શ્રી ભાનુશંકર પંડયા
રાજકોટ શ્રી શાંતીભાઈ મહેતા શ્રી ધીરુભાઈ દેસાઈ મુંબઈ શ્રી ગૌરાંગ મર્ચન્ટ
મુંબઈ શ્રી કલીનકાંત ગુરુજી. મુંબઈ શ્રી કીશા ગુરુજી
મુંબઈ
મુંબઈ