________________
[ ક ૧૪
પ્રકાશકનું નિવેદન
–ત્રીજી આવૃત્તિ બહાભૂત પરમ પૂજ્ય મહર્ષિવર્ય મહાત્મા શ્રીકૃષ્ણાત્મજજી મહારાજશ્રીએ “ગીતાદેહના વા તજ્યાથદીપિક નામક આ પવિત્ર ગ્રંથ લખી- જગતને પરમ કલ્યાણુકારી સંદેશ આપ્યો છે.
“ ગીતાદાન ની આ ત્રીજી આવૃત્તિ પ્રગટ કરતાં મને ખૂબ જ આનંદ થાય છે.
પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી તેમજ પરમ પૂજ્ય મહર્ષિવર્ય મહાત્મા શ્રીકાત્મજજી. મહારાજની કપોથી “સંદેશ લિમિટેડ? આ મહાન વિશ્વવંદનીય, ધાર્મિક બહદ ધર્મગ્રંથનું તૃતિય સંસ્કરણ જનતા જનાર્દન સમક્ષ રજૂ કરી શકે છે. આ માટે પરમકૃપાળુ પરમાત્માને અને હમીભૂત પૂજ્ય સ્વામીશ્રી શ્રીકૃષ્ણત્મજઇને હું અનંત આભારી છું.
6:ગીતાદાન ની પ્રથમ આવૃત્તિ પ્રગટ થતાં જ માત્ર ચાર માસમાં એની તમામ નકલે ખપી ગઈ હતી, અને જનતા તરફથી આ પરમ પવિત્ર ધર્મગ્રંથ માટેની સતત માગણીઓ ચાલુ રહ્યા જ કરી. આ હકીકત પરમપૂજ્ય સ્વામીશ્રીને જણાવતાં તેઓશ્રીએ જાતે ખૂબ જ શ્રમ લઈ પ્રથમ આવૃત્તિમાં ચોગ્ય સુધારા વધારા કરી અમને “ ગીતારહુન) ની બીજી આવૃત્તિ પ્રગટ કરવાની શુભાશીષસહ સપ્રેમ રજા આપી હતી. બીજી આવૃત્તિ પણ ટૂંક સમયમાં ખપી ગઈ. એટલે આ જીજ્ઞાસુઓની પ્રેમભરી માગણીને લઈ આ ત્રીજી આવૃત્તિ પ્રકટ કરવાનો સુયોગ પરમકૃપાળુ પરમાત્માએ આપ્યો છે.
આ ગ્રંથ તૈયાર કરવામાં મહર્ષિવયના શિષ્યો અને મહારા સ્નેહી શુભેચ્છકોએ ખૂબ જ શ્રમ ઉઠાવ્યા છે, એ માટે હું સર્વને આભારી છું. * અમદાવાદ ગાશ્રમના સંચાલક શ્રી મનુવર્યજીએ આ ત્રીજી આવૃત્તિમાં પ્રફો વગેરે તપાસવામાં પ્રેમપૂર્વક જવાબદારી ઉપાડી લઈ ભક્તિભાવથી જે સેવા આપી છે તે માટે તેમને હું આભારી છું. આ ઉપરાંત જે જે ભાઈઓએ સહકાર આપ્યો છે તે સર્વનો હું આભારી છું.
શ્રી કષ્ણાત્મક વાકસુધા વા સ્વયંપ્રકાશ જ્ઞાનદીપક ગ્રંથમાળા અને સલાહકાર સમિતિના મુખ્ય સંચાલક અને મારા મિત્ર શ્રી નાનુભાઈ ખંડુભાઈ દેસાઈ એડવોકેટ, તેમજ સમિતિને તેમના સહકાર માટે ખાસ આભારી છું.
ટૂંકમાં આ ગ્રંથના પ્રકાશનમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ જે જે બંધુઓએ સહકાર આપ્યો તે સર્વને હું અંતઃકરણથી આભાર માનું છું.
આ ગ્રંથ તૈયાર કરવા પાછળ “ ગુજરાત પ્રિન્ટિંગ પ્રેસ” (સંદેશ લિમિટેડ ) ના કામદાર ભાઈઓએ પણ પ્રેમ અને ઉત્સાહથી કાર્ય આપ્યું છે તેની હું કદર કરું છું. - આ ગ્રંથ તૈયાર કરવા પાછળ શક્ય એટલી ખૂબ જ કાળજી લેવામાં આવી છે તેમ છતાં એમાં કાંઈપણ ક્ષતિઓ રહી જવા પામી હોય તે વાચક બંધુઓ ક્ષમ્ય દૃષ્ટિએ જશે એવી હું આશા રાખું છું. છાપકામની રહી ગયેલી ત્રટિઓ તરફ મહારું ધ્યાન ખેંચવામાં આવશે તો ત્રીજી આવૃત્તિના પ્રકાશન સમયે એ માટે એમ થશે.
સમસ્ત જનસમાજના કલ્યાણાર્થે પ્રગટ થતા આ બહુમૂલ્ય ધાર્મિક ગ્રંથ, પરમપૂજય મહર્ષિવર્યાના એક જ્ઞાનનિધિનો હોઈ એમની આ કૃપા પ્રસાદી જનતાને સત્ય માર્ગનું દર્શન કરાવી માનવીને સાચા કર્તવ્યનું જ્ઞાન આપશે એમ હું ચોક્કસ માનું છું.
“ગીતાદેહન” ની પ્રથમ આવૃત્તિની કિંમત રૂ. ૧૫ પંદર રાખવામાં આવી હતી. “ ગીતાદેન' ની બીજી આવૃત્તિની કિંમત રૂ. ૧૨ાઇ સાડાબાર રાખવામાં આવી હતી. આ પછી આ ત્રીજી આવૃત્તિ માત્ર રૂ. ૯ નવની કિંમતમાં જ જનતાને આપવા ભાગ્યશાળી થયો છું. આવા ગ્રંથો ખૂબ જ સસ્તી કિંમતે અપાયે એમ હું માનું છું અને આથી જ ત્રીજી આવૃત્તિની કિંમત શકય તેટલી ઓછી રાખી છે. માત્ર કાગળામાં હેજે ફેરફાર કર્યો છે, પરંતુ આજની મેઘવારીમાં એ ફેરફાર અનિવાર્ય હતો. જનતા આ અલભ્ય ગ્રંથ વસાવી લેવાનું હવે નહી જ ચૂકે એવી શ્રદ્ધા છે. - પરમપૂજ્ય સ્વામીશ્રીની આ કલ્યાણકારી કૃપાપ્રસાદી સાદર કરતાં મને આનંદ થાય છે. ભાવિક જનતા આ ધર્મગ્રંથને પ્રેમથી સત્કારશે એવી આશાસહ પરમ કૃપાળુ શ્રીકૃષ્ણ પરમાત્માના ચરણકમળમાં નમ્ર ભાવે નમન કરી વિરમીશ. વસંત પંચમી
લિ. નમ્રસેવક
નંદલાલ ચુનીલાલ ડીવાળા સંવત ૨૦૦૮ )
ના જયશ્રીકૃષ્ણ મેનેજિંગ ડીરેટર, પી સરસ લિમિટેડ.'
-
-