________________
ધ્યાનમાગ નું સૌંક્ષિપ્ત સ્વરૂપ
ચાર્ય, શ્રી નાગસેનમુનિ તથા શ્રી યશોવિજયજી, શ્રી ચિદાનંદજી અને શ્રી કેસરસૂરીજી વિગેરે મુખ્ય છે.
આમ તત્ત્વાર્થસૂત્ર (ટીકા સહિત), સમાધિશતક, યોગશાસ્ત્ર, યોગદૃષ્ટિસમુચ્ચય, ભગવતી આરાધના, સ્થાનાંગ, આદિપુરાણ, ધવલા, જ્ઞાનાવ, ધ્યાનશતક, તત્ત્વાનુશાસન, ધ્યાનદીપિકા વગેરે ગ્રંથામાં ધ્યાન વિષેના ચાર પ્રકારના અલ્પાધિક વિસ્તાર જોવા મળે છે, તેમાં પ્રરૂપિત વિષયવસ્તુમાં વિશેષ અંતર જોવા મળતું નથી. જૈનપરંપરાની આ શિસ્ત અને પ્રણાલિ રહી છે. પૂર્વાચાયના ગ્રંથાની પ્રરૂપણાની પ્રણાલિને સન્માનપૂર્વક જાળવતા પણ, પોતપોતાની શક્તિ પ્રમાણે રાજ-બરોજના જીવનમાં પ્રયાગમાં લાવી શકાય તેવી સાધનાપદ્ધતિનું સંશાધન ધ્યાનમાર્ગમાં કરવાની આ સમયે તાતી જરૂરિયાત ઊભી થઈ છે; જેના વિના ભગવાન મહાવીરપ્રણીત ધર્મના હાઈ રૂપ સ્વાનુભૂતિરૂપ નિશ્ચય મોક્ષમાર્ગની અવગણના થયા બરાબર ગણાશે.
ધર્મધ્યાનના ઉત્તમ પ્રકારાના વિચાર-વિનિમય પ્રત્યે કે આરાધના જેવા પરમ ઉપયાગી વિષય પ્રત્યે સાધુજના અને શ્રાવકો હાલ પ્રાયે ઉદાસીન છે. ધર્મક્રિયાને ધર્મધ્યાનની માન્યતા આપી શ્રાવકોને તેવું સમજાવી સંતોષ માનવામાં આવે છે, તેથી ધ્યાન દ્વારા થવા ચેાગ્ય જીવનશુદ્ધિનું અને જીવનપરિવર્તનનું કાર્ય ક્વચિત્ જ થતું દેખવામાં આવે છે. ધર્મક્રિયાના પરિશ્રમ જાણે કે બાળચેષ્ટારૂપે થતા જાય છે, અને મૂળમાર્ગના આરાધનથી સાધકો પ્રાયે દૂર થતા હોય તેવું જણાય છે.
અન્ય આધ્યાત્મિક પ્રવાહામાં ધ્યાનની ક્રિયા સ્થૂળરૂપે અસ્તિત્વમાં છે. અથવા યોગાભ્યાસના એક અંગરૂપે છે. તેના વિવિધ પ્રકારો પ્રકાશમાં આવ્યા છે. જૈનદનના ગ્રંથામાં ધ્યાન વિષે ઢ સિદ્ધાંતનિષ્ઠા, સૂક્ષ્મતા, સંયમ-આરાધના અને ગંભીરતા સિવશેષપણે જોવા મળે છે, તેથી સંભવ છે કે, સાંપ્રત જૈનસમાજમાં ધ્યાન વિષેની સુનિર્દિષ્ટ સાધનાપદ્ધતિ પ્રયોગરૂપે અસ્તિત્વમાં જણાતી નથી, પણ આગળ જણાવ્યું તેમ તેની અત્યંત આવશ્યકતા છે.
Jain Education International
૩
For Private & Personal Use Only
www.jainelibrary.org