________________
૧૪૨
ધ્યાન ઃ એક પરિશીલન
ભૂમિકા માટે યોગ્ય અધિકારી ગુરુ, જ્ઞાની કે સંત પાસે નિષ્ઠાપૂર્વક પ્રારંભની કેળવણી મેળવ્યા પછી નિત્ય અભ્યાસ ચાલુ રાખવા. આત્મવિશુદ્ધિના લક્ષ વગર કેવળ સેગ”ની ફેશન એ એક શ્રીમંતાઈનું લક્ષણ થશે, દેહને સ્વસ્થ રહેવામાં થોડી સહાયતા થશે. સાધકે તેનાથી આગળ વધવાનું છે. દેહાધ્યાસથી મુક્ત થવા માટે આ અભ્યાસ કરવા જરૂરી છે.
ચાગસાધના દિવ્ય જીવન જીવવાની એક કળા છે
O
યોગાભ્યાસ વડે ચિત્તવૃત્તિએ શાંત થાય છે. કેવળ દેહાથે જ ચાગાભ્યાસ કરવા એ એક પ્રકારના વિલાસ છે. યાગ દ્વારા કુંડલિની શક્તિ જાગ્રત થાય છે, તે કેટલેક અંશે દિવ્ય હેાવા છતાં દૈહિક શક્તિ જ છે. શુદ્ધ ચિત્ત વડે તે શક્તિ પ્રગટ થાય તે એકાગ્રતામાં સહાયક છે. કુંડલિની કેવળ શક્તિપાતથી પ્રગટ થાય છે તેવું નથી. જ્ઞાનમય તપ દ્વારા, જપની લીનતા દ્વારા, નિસ્પૃહભક્તિ દ્વારા, શુદ્ધક્રિયા દ્વારા, શુદ્ધતત્ત્વાના ચિંતન દ્વારા, સત્ પુરુષોનાં
જીવનચરિત્ર અને રહસ્યાનાં શ્રવણ, મનન, નિદિધ્યાસન દ્વારા સાધક, જેમ જેમ દૈહિક વાસનાથી વિરક્ત થતા જાય છે તેમ તેમ આત્મ ગુણશ્રેણીએ ચઢતા જાય છે. એવી આત્મવિશુદ્ધિના પરિપક્વ કાળે સ્વયં જે શક્તિ ઊમટે છે તે કુંડલિનીની સહેજ જાગૃતિ છે. સાધકને પેાતાને તેના કંઈ ખાસ ખ્યાલ પણ નથી હાતા. ત્યાં જીવન, પ્રસન્ન, -સરળ, સમભાવ અને અનાસક્તભાવે નિજિપણે જિવાય છે તે તેની પ્રતીતિ છે.
ચેતના શક્તિ જાગે છે ત્યારે સાધક સૂક્ષ્મ બાધ અને વિચારણાના અધિકારી થાય છે. અને તેની ક્રિયાએ સુવ્યવસ્થિત થતી જાય છે. ભાવિ ઘટનાઓનું અનુમાન કે સંકેત મળે છે. કાર્યો શુભયેાગે પાર પડે છે. વિષમ કે ચિંતાજનક પ્રસંગેામાં ધૈર્યવાન થઈ સમાધાન મેળવે છે. ચેાગ્યાયેાગ્યને વિવેક ત્વરાથી પામે છે. અજ્ઞાનવશ કે પરાધીનપણે જીવનવ્યવહાર કે સંબંધામાં વર્તવાનું થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org