________________
ધ્યાન વિષે
૨૧૫ આત્મવિશુદ્ધિ સાથે જેને નિસ્બત નથી એવી કઈ શક્તિઓ કે સાધનાપ્રણાલિઓ અંગે કુતૂહલ રાખ્યા વિના આત્માથી વ્યક્તિએ આત્મસાધનામાં જ રત રહેવું શ્રેયસ્કર છે. સાચે આત્માથી સિદ્ધિઓની પ્રાપ્તિ માટે સભાન પ્રયત્ન કરતું નથી.
સ્વરૂપાનુસંધાન વિના કેવળ બાહ્યક્રિયાઓ વડે સધાયેલી ચિત્તની એકાગ્રતા ઠગારી નીવડે છે. ધ્યાનાભ્યાસનું પ્રધાન પ્રજન એ છે કે, ચિત્તને અનેકમાંથી એકમાં લાવીને પછી એકમાંથી આત્મામાં લીન કરવું. સ્વરૂપ સાથે ચિત્તનું અનુસંધાન કર્યા વિના ચિત્તમાં પડેલા તૃષ્ણા, રાગ, દ્વેષ અને મેહ-અવિદ્યાના સંસ્કારની જડ ઉખેડી શકાતી નથી. માટે સૌપ્રથમ આત્મજ્ઞાનને પ્રગટ કરવા પ્રબળ પુરુષાર્થ કરે.
પરિશિષ્ટ પ
ધ્યાન વિષે ડો. શ્રી સોનેજીકૃત “સાધના-સે પાનમાંથી સંકલન ધ્યાન-સાધકની પાત્રતા
સત્સંગ, સ્વાધ્યાય, ગુણજિજ્ઞાસા અને પ્રભુભક્તિ જેણે પિતાના જીવનની દૈનિકચર્યામાં ઉતારવાને મહાન પુરુષાર્થ આદર્યો છે તે સાધકને વિષે આત્મવિચાર કરવાની સાચી પાત્રતા પ્રગટ થાય છે.
આત્મવિચાર કહેતાં ચિંતન, મનન, નિદિધ્યાસન, ભાવના, ધ્યાન, સ્મરણ, અનુપ્રેક્ષણ, સુવિચાર, ધારણું, ભેદજ્ઞાનને અભ્યાસ વગેરે શબ્દો પરમાત્મતત્વના અનુસંધાનની પ્રક્રિયાઓને વત્તેઓછે અંશે નિર્દેશ કરે છે.
દયેયનું સ્પષ્ટ પરિજ્ઞાન
ધ્યાનની પૂર્વભૂમિકા
૧. આપણું અંતઃકરણની અંદર જે આપણે પરમાત્માનું દર્શન કરવું હોય તે આપણું અંતઃકરણ આપણે સ્વચ્છ અને સ્થિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org