Book Title: Dhyana Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 263
________________ ૨૩૮ ધ્યાનઃ એક પરિશીલન રાચવું તે પરભાવ હોવાથી કેવળ દુઃખનું કારણ છે. હે જીવ! તું સર્વથી ભિન્ન કેવળ સત્-ચિત્—આનંદમય છું. હે દેહધારી આત્મા! હવે સર્વ ભ્રમણને ત્યાગ કર અને નિર્ણય કર કે હું કેવળ જ્ઞાન- સ્વરૂપ શુદ્ધાત્મા છું. ના મારા તન રૂપ કાંતિ, યુવતી, ના પુત્ર કે ભ્રાતના ના મારા ભૂત નેહીઓ સ્વજન કે ના નેત્ર કે ન્યાતના ના મારા ધન, ધામ, યૌવન ધરા, એ મેહ અજ્ઞત્વના રે રે જીવ! વિચાર એમ જ સદા અન્યત્વદા ભાવના. ૬. અશુચિભાવના: હે જીવ! જે દેહ તને અનાદિકાળથી પ્રિય લાગે છે, તેમાં રહેલા સર્વ પદાર્થોને વિચાર કરી જે. મલિન પદાર્થોથી ઉત્પન્ન થતા દેહમાં અનાદિથી પ્રીતિ કરી છે પણ આ દેહે તેના બદલામાં તને શું આપ્યું છે? કેવળ પરિભ્રમણ. વળી આ શરીરને ગમે તે પદાર્થોથી સ્વચ્છ કરે તે પણ તે અશુદ્ધિ પ્રગટ કર્યા વગર રહેતું નથી. તેની દરેક ઇંદ્રિયે પણ વીશ કલાક અશુદ્ધિને બહાર કાઢે છે. આ શરીર પવિત્રને અપવિત્ર કરે, શુદ્ધને અશુદ્ધ કરે. વળી વિનાશી છે તેવા દેહ પ્રત્યે વિરાગ રાખી અનાસક્ત થઈ જ્યાં સુધી તેમાં આત્મા વર્તે છે ત્યાં સુધી એક આત્મસાધના કરીને કૃતાર્થ થઈ જા. કારણ કે ભલે દેહને ધર્મ સડવાને કે પડવાને હોય છતાં તે દેહ ધર્મનું સાધન હેવાથી ઉત્તમ મનાય છે માટે તેના નિમિત્તથી હે જીવ! તું આત્માની ઉપાસના કરી કૃતાર્થ થઈ જા. દેહ ગમે ત્યારે જવાનું છે માટે તેનું મમત્વ છેડી દે. આત્મભાવના કર ૭. આશ્રવભાવના : હે જીવ! તું જાણે છે કે શુદ્ધ એવા તારા આત્મસ્વરૂપમાં છિદ્ર પાડનાર આ આશ્રવ છે. તે પુણ્યરૂપે તને સંસારના મોહમાં ફસાવે છે અને પાપરૂપે અનેક પ્રકારનાં દુઃખ આપીને નવાં બંધને ઉત્પન્ન કરે છે. હે જીવ! તારા જીવનમાં ફાચર મારનાર આ આશ્રવને પરિવાર મિથ્યાભાવ, અસંયમ, ક્રોધાદિ કષાયે, મન, વચન, કાયાને વ્યવહાર અને પ્રમાદ છે. જ્ઞાનીનાં વચને દ્વારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266