________________
૨૩૭.
પ્રાચીન પૂર્વાચાર્યોને ધ્યાનસાધના વિષયક ઉત્તમ બેધ મહજન્ય અને કર્માધીન પ્રાણીઓના દુઃખદની વિચિત્રતા જે. નરક, તિર્યંચ, માનવ અને દેવગતિના પરિભ્રમણ અને તેમાં રહેલાં દુખે કે જેનું જ્ઞાનીઓ વર્ણન કરી શક્યા નથી તેવા અનેક પ્રકારનાં દુઃખે તે સહન કર્યા છે. સંસાર કેવળ દુઃખમય છે. અગ્નિની જેમ
જીવન આધિ, વ્યાધિ, ઉપાધિથી બળે છે. હે જીવ! આવા સંસારથી વિરામ પામ. જાગૃત થા. પ્રમાદ છેડી મેક્ષના માર્ગને ગ્રહણ કર. તે તારું સ્વરૂપ છે. સંસારનું કેઈ સાધન, ધન માન કે પાન સુખનું કારણ નથી. તેમાં ભ્રમ ઊભું થવાથી જીવ તેમાં અટકી ગયું છે.
જીવનભર સળગી રહ્યો સંસારના સંતાપમાં
શાંતિભરી નિદ્રા મને તું આપજે છેલ્લી ઘડી. ૪. એકત્વભાવના
હે જીવ! શું તું જાણતા નથી કે તું એકલે આવ્યું છું અને એકલે જવાને છું. આ લેકમાં, સ્વર્ગમાં કે નરકમાં કરેલાં. સવ કર્મો તારે એક્લાએ જ ભેગવવાનાં છે. મમત્વ કે અહમને કારણે સ્ત્રીપુત્રાદિને નિમિત્ત કરીને જે છળપ્રપંચ કરે છે તેનું ફળ. પણ તારે એકલાએ જ ભેગવાનું છે. તારી અસહ્ય વેદનાને એક અંશ પણ કઈ લઈ શકતું નથી. તે પછી કયા સુખ માટે તે અનેક સંબંધમાં સુખની અપેક્ષા રાખે છે, હે જીવ! તું એક છું? અસંગ છું. દેહાદિથી ભિન્ન કેવળજ્ઞાન સ્વરૂપ છું. – હે જીવ! તું જગતના સર્વ પદાર્થથી ભિન્ન છું. સર્વ દુનિયાના ક્ષેત્રથી એકપણે રહેલ છું. કાળથી અજર, અમર અને અજન્મા છું. આવું એકત્વ. મળ્યા પછી જગતના અન્ય પદાર્થોમાં તું શા માટે મમત્વ ધારણું કરે છે? એકત્વમાં જ સુખ છે. પ. અન્યત્વભાવના:
હે જીવ! તું સ્વભાવથી જ દેહ, સ્ત્રી, પુત્ર, પરિવાર, મિત્ર, ધનાદિ સર્વ પદાર્થોથી ભિન્ન છું. દેહ સાથે તેને એક્યપણાને અભ્યાસ થઈ ગયું છે, તે કેવળ ભ્રમ છે. એ સર્વ સંબંધમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org