Book Title: Dhyana Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 260
________________ પ્રાચીન પૂર્વાચાર્યોને ધ્યાનસાધના વિષયક ઉત્તમ બોધ ૨૩૫ એક જ ધ્યેયરૂપ વિષયમાં ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણેય અંગે કરવામાં આવે છે. ત્યારે તેને સંયમ કહેવાય છે. જે તે ત્રણેનું એકીકરણ સૂચવે છે. આ સંયમ સાધના ભૂમિકાને આરહ કમે કેમે કરે. અંતઃકરણની સ્થિરતા અથે યેગીએ પ્રારંભમાં સ્થૂલ સ્વરૂપનું ચિંતન કરવું તેમાં અચંચલભાવને પામે ત્યારે જ સૂક્ષ્મ સ્થિરતાને પામવા ગ્ય હોય છે. આ સંયમ સિદ્ધ થયા પછી ઘણા પ્રકારની સિદ્ધિઓ પ્રગટ થાય છે. અતીત અનાગત વસ્તુનું જ્ઞાન થાય છે. સર્વ પ્રાણીની વાણી સમજાય છે. પૂર્વજન્માદિનું જ્ઞાન થાય છે. અન્યના ચિત્તવિષયક જ્ઞાન પ્રાપ્ત થાય છે. મૈત્રી-વિષયક ભાવના થવાથી મૈત્રીબળ પ્રાપ્ત થાય છે. બળવીર્યની વૃદ્ધિ થાય છે. આમ ગસાધનાનાં વિવિધ અંગોથી અનુષ્ઠાનના પરિપાકથી જે ચિત્તને આ સમાધિરૂપ યોગ યે હેત તે ચિત્તમાં વેગ વડે તત્વજ્ઞાનને ઉદય થાય છે. તેથી વિદ્યાદિ કલેશે નાશ પામે છે, પુણ્ય-પાપને સંબંધ રહેતું નથી અને તે મોક્ષને મેગ્ય થાય છે. બાર ભાવના જ્ઞાનીજનેએ ધ્યાન માટે ઉત્તમ ભાવનાઓનું નિરૂપણ કર્યું છે. આ ભાવનાઓનું દીર્ઘકાળ સુધી પુનઃ પુનઃ ચિંતન કરવામાં આવે તે આત્મશક્તિ વિકાસ પામે છે. ચિત્ત વૈરાગ્યમય થાય છે. અધ્યાત્મપરાયણતા વૃદ્ધિ પામે છે. તેની ફળશ્રુતિમાં જીવ ધ્યાનને ધ્યાતા બની કર્મમળને નાશ કરે છે. આ ભાવનાઓનું ચિંતન તે ધ્યાનને– અનુપ્રેક્ષાને પ્રકાર છે. એકાંતમાં સ્થિર આસને, શાંત અને પ્રસન્નચિત્તે ત્રણ નવકાર ગણું પ્રભુસ્તુતિ કરીને નીચેની ભાવનાઓને પ્રારંભ કરે. ૧. અનિત્યભાવના : હે આત્મા! તને જે દશ્ય અને સ્પર્થ કે ઈદ્રિયગોચર જણાય છે તે સર્વ પદાર્થો અનિત્ય, અસ્થિર અને ક્ષણિક છે. જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266