________________
પણ
વાહ થયો તે વસ્તુમાં જ અય છે. આથી એકાગ્રતા
૨૩૪
ધ્યાનઃ એક પરિશીલન. કરે. આથી વિષયની સિદ્ધિ અલ્પકાળમાં થાય છે. અધિકારી પ્રમાણે ચૂનાધિક સમય રાખવે. ધારણુંની સિદ્ધિમાં લેભાઈને સ્વતઃ પ્રવેશ કરે નહિ, તેમાં મહાહાનિ થવા સંભવે છે. ૭. ધ્યાન ?
ધારણના દેશમાં ધ્યેય વિષયક પ્રત્યયની જે એકતાનતા તે ધ્યાન છે. ધ્યેય વસ્તુને આલંબન કરનાર જે વૃત્તિ તેની એકાગ્રતા પ્રાથમિક સર્વ યોગીઓને ધારણાના દેશમાં થાય છે. આથી ધ્યાનનું સ્વરૂપ એ થયું કે ધ્યેય વસ્તુમાં જે અંતરાય સહિત એકાકારવૃત્તિને પ્રવાહ તે ધ્યાનપ્રવાહ સતત ધારારૂપ હેતે નથી, પણું મધ્યે વિચ્છેદવાળું હોય છે. તે દૂર થતાં અવિચિછન્ન (અંતરાય રહિત) પ્રવાહ સતરૂપે ચાલ્યા કરે છે ત્યારે તે સમાધિ કહેવાય છે.
ધ્યાન અનેક પ્રકારનાં છે. તેમાં પરમાત્મા વિષયક સગુણ અને નિર્ગુણ ધ્યાન શ્રેષ્ઠ છે. ૮. સમાધિ
- દયાનના અતિશયને સમાધિ કહી છે. ધ્યાનમાં હું અમુક ધ્યેયનું ચિંતન કરું છું એ પ્રકારની વૃત્તિ હોય છે, તેમ જ અંતરાયસહિત વૃત્તિનો પ્રવાહ ધ્યેય પ્રતિ ચાલે છે. જ્યારે અભ્યાસે કરીને ધ્યેયાકાર વૃત્તિને પ્રવાહ અખંડિત થાય છે ત્યારે તેને સમાધિ કહે છે.
ધ્યાનના અભ્યાસથી મન વડે સિદ્ધ થતું ધ્યેયથી ધ્યાનના ભેદરૂપ કલ્પનાથી રહિત જે ધ્યેય વસ્તુનું ગ્રહણ, તે સમાધિ કહેવાય છે. જ્યારે ઇંદ્રિયે અને મન બંને સમાનગતિક થાય છે અને
જ્યારે બુદ્ધિ ગતિરૂપ ચેષ્ટાથી રહિત થાય છે, જ્યારે ધ્યેય સ્વરૂપને નિર્માસ (વૃત્તિરહિતવત) થાય છે અને વાસનાને નાશ થાય છે ત્યારે જે અવસ્થા હોય છે તે સમાધિ છે. ધ્યાનમાં ધ્યેયનું અને વૃત્તિનું પૃથક્ ભાન હોય છે અથવા ધ્યાનમાં ધ્યેયાકાર વૃત્તિને પ્રવાહ વિચ્છિન્ન હોય છે, સમાધિમાં અખંડિત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org