________________
પ્રાચીન પૂર્વાચાર્યોને ધ્યાનસાધના વિષયક ઉત્તમ બોધ ૨૩૯ તે સવને ત્યાગ કરી આશ્રવથી ભિન્ન એવા તારા શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કર. આત્મા અને આશ્રવને ભેદ જાણીને આશ્રવને ત્યાગ કર. ૮ સંવરભાવના :
હે જીવ! મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિ દ્વારા પુણ્ય પાપનું ગ્રહણ થાય છે. તે શેકાઈ જાય તેવી સંવરભાવના ધારણ કર. હે જીવ! જે તું સંવરભાવના ગ્રહણ નહીં કરે તે તારા આત્મા સાથે કર્મોને પ્રચંડ પ્રવાહ આવ્યા જ કરશે અને ત્યાં સુધી તારા સ્વરૂપની પ્રાપ્તિનું સુખ નહીં મળે. સંસારના કારણરૂપ ત્રિવિધ ગની ક્રિયાથી વિરામ પામ, અને શુભાશુભ કર્મના પ્રવાહને રોકી લે અને જ્ઞાનધ્યાનમાં પ્રવૃત્ત થા. જેથી રાગાદિ રેકાતાં કર્મને પ્રવાહ રેકાઈ જશે. આ સંવર તત્ત્વની આરાધના વિષયે અને કષાયની મંદતાથી કરવી. ૯. નિજરાભાવના :
હે જીવ! આવતાં કર્મોને રોકવાનું સાહસ કર્યા પછી હવે આગળ જા. અનાદિથી અનંત કર્મોને જે સંગ્રહ થયે તેને નાશ કરવા તત્પર થા. બીજમાં વૃક્ષ થવાની શક્તિ છે તેમ સત્તામાં રહેલાં કર્મો ઉદયમાં આવતાં તેનું ફળ આપે છે. તેથી ઈચ્છાઓને, વાસનાઓને ક્ષય કરી વિવિધ પ્રકારના તપ દ્વારા તે કર્મોના બીજને ભસ્મ કરી નાંખ. હે જીવ! પ્રારંભમાં કઠણ લાગતા સંયમ–તપ પરિણામે સંજીવની જેવા છે માટે ક્રમે ક્રમે કર્મોને નાશ કરવા તૈયાર થા અને નિર્જરાને માગ ગ્રહણ કર. તે માટે ઈચ્છાઓને તપ દ્વારા તૃપ્ત કરી કર્મોને કમે કેમે નાશ કરવા તત્પર થા. ૧૦. લોકસ્વરૂપભાવના :
હે જીવ! અનંત પદાર્થોથી ભરેલા આ લેકમાં તું સર્વત્ર જન છું અને મર્યો છું પણ ક્યાંય સુખ પામ્યું નથી. આ લેકમાં નરકાદિ ગતિઓમાં તે અનેક વાર ભ્રમણ કર્યું છે તેમાં તે કયા પદાર્થો ખાધા નથી કે પીધા નથી અને શું ભેગવવાનું બાકી રાખ્યું છે? સિવાય કે તારું નિજસ્વરૂપ જ તે જાણ્યું કે માણ્યું નથી, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org