Book Title: Dhyana Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 261
________________ ધ્યાન એક પરિશીલન દેહાદિમાં તને મમત્વ થાય છે, તે સર્વ ક્ષણિક છે. સંસારના સર્વ સંબંધે વિનશ્વર છે. હે જીવ! તું વિચાર કર તને પ્યારે લાગતે આ દેહ, પ્રિય લાગતા વૈભવ, ધન અને માન પણ ટકવાના નથી. કુટુંબ પરિવાર સૌ સ્વપ્નવત્ છે. આજે ખીલેલાં પુષ્પ કાલે કરમાય છે. ભેજનાદિ વિષ્ટારૂપ બને છે. યૌવન વૃદ્ધત્વને પામે છે. આયુષ્ય તે ક્ષણે ક્ષણે ઘટે છે. એવા અનિત્ય પદાર્થમાં હે જીવ! તું કેમ રાચે છે! તું તે નિત્ય અને શાશ્વત છું અને કેવળજ્ઞાન સ્વરૂપ શુદ્ધ અચિંત્ય તત્વ છું. અને જગત! કેવું પરિવર્તનશીલ? જન્મમૃત્યુમાં, ભેગરગમાં, દિવસ-રાત્રિમાં, મિષ્ટાન વિષ્ટામાં પરિવર્તન પામે છે. ત્યાં શું રાચવું? માટે એક નિત્ય અને ધ્રુવ તત્વમાં સ્થિર થા. એની જ ભાવના કર ૨, અશરણભાવના : સંસારમાં જન્મ, જરા અને મરણના ભયથી સૌ પ્રાણુઓ ત્રસ્ત છે. રેગ, દુઃખ અને ભયથી સૌ ઘેરાયેલા અને અશરણ છે. યમના સકંજામાં સપડાયેલા દેવ, દાનવ કે માનવને આ વિશ્વમાં સર્વત્ર અશરણ છે. હું કેઈને શરણ આપી શકું તેમ નથી. મને કઈ શરણ આપે તેમ નથી. વળી તું માને છે કે મને ધન, માન કે પરિવારનું શરણ છે પણ તે સૌ અશરણ છે. આવા અંશરણરૂપ સમસ્ત સંસારમાં કેવળ શરણ આપનાર ધર્મ છે, માટે હે જીવ! તું પરમાત્માના અને આત્માના શુદ્ધ સ્વરૂપનું શરણ લે, અથવા જ્ઞાન, દર્શન, ચારિત્રનું શરણ લે, જેથી અશરણ પાસે પણ તું સમાધિમરણરૂપ શરણને પામે. સર્વજ્ઞને ધર્મ શું શરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી. અનાથ એકાંત સનાથ થાશે, તેના વિના કેઈ ન બહાંય સ્વાશે. ૩. સંસારભાવના : હે જીવ! તું સંસારમાં ચારેબાજુ દષ્ટિ કર. સંસારમાં Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266