________________
વિકાસન (તિયાપાર
ચિ
ચાય.
૨૩૨
ધ્યાન: એક પરિશીલન (૩) સ્વસ્તિકાસન (૪) ભદ્રાસન. – સદ્ગુરુની આજ્ઞાનુસાર આસને ગ્રહણ કરવાં. દેહના અતિવ્યાપાર થયા પછી આસનસ્થિતિ ટકતી નથી. માટે તેવા પ્રયત્નને શિથિલ કરવા ચિત્તને અનંતનું ધ્યાન ધરવામાં લગાડવું, જેથી અભ્યાસે, ધ્યાતા ધ્યેયરૂપ થાય.
આસનજ્ય થવાથી સાધકને સુધા-પિપાસા જેવાં દ્રવ્ય બાધ કરતાં નથી. ૪. પ્રાણાયામ
આસનસિદ્ધિ પછી શ્વાસ-પ્રશ્વાસની ગતિને રધવી તે પ્રાણાયામ છે. પ્રાણ = શ્વાસોચ્છુવાસ + આયાન = રેધ. આસનસિદ્ધિ પછી પ્રાણાયામથી માંડી સર્વ સાધનેનું અનુષ્ઠાન કરવાનું છે. યમ-નિયમનું પૂર્વજન્મમાં અનુષ્ઠાન કર્યુ હોય તે તે સહેજે થાય છે.
પ્રાણાયામ ઘણા પ્રકારના છે. શ્વાસ-પ્રશ્વાસને રાધ કે અભાવ તે પ્રાણાયામ છે. તેથી એ લક્ષણ રેચક, પૂરક અને કુંભક એ ત્રણેયમાં અનુગત થયેલું હોવું જોઈએ. અંદરના વાયુને બહાર કાઢે તે “રેચક છે. બહારના વાયુને નાસિકા દ્વારા અંતઃપ્રવેશ કરાવી રહે તે “પૂરક છે. વાયુને જ્યાંને ત્યાં રહે તે કુંભક છે. (શરીરના અવયે સ્થિર રાખવા). પ્રાણાયામ કરનારે અશનગ આહાર સાત્વિક રાખવે, સ્થાન પવિત્ર રાખવું, વાતાવરણ શાંત રાખવું અને શ્રી સદ્ગુરુના આશ્રયે પ્રાણાયામ કરવા. પ્રાણુચામથી જ્ઞાનના અને યુગના પ્રતિબંધકરૂપ ક્લેશ અને પાપરૂપ મળને નાશ થાય છે. પ્રાણના નિરોધથી કુંડલિની શક્તિનું ચાલન થાય છે. અનાહત નાદ વગેરે બીજી શક્તિઓ જાગ્રત થાય છે. પ્રાણને વિલય થાય છે ત્યાં મનને વિલય થાય છે અને મનને વિલય થાય છે ત્યાં પ્રાણને વિલય થાય છે.
૫, પ્રત્યાહાર: તે ચિત્તના વિષયરૂપ જે શબ્દાદિ પદાર્થો તેના વિશે ધ્યાન સમયે ઈન્દ્રિયની જે સ્થિતિ, તે પ્રત્યાહાર છે. વૈરાગ્યના બળથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org