Book Title: Dhyana Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 255
________________ ૨૩૦ ધ્યાન એક પરિશીલને મનઃશુદ્ધિ કરવા માટે મદ, માન, અસૂયા, રાગ, દ્વેષ વગેરેને દૂર કરવાં. મૈત્રી અને કરૂણ જેવાં અનુષ્ઠાન કરવાં. શરીરના બાહ્ય શૌચથી પિતાના શરીરમાં અશુચિપણાને દોષ પ્રત્યક્ષ થાય છે, તેથી દેહાધ્યાસ ઘટે છે, અન્ય શરીરેથી યોગી દૂર રહે છે. શરીર અશુચિમય છે તે દઢ નિશ્ચય થાય છે. મૈત્રી, કરુણ આદિના વારંવારના અનુષ્ઠાનથી રાગાદિ દોષે દૂર થાય છે. રજસૂ, તમન્સ, ન્યૂનતા થવાથી અંતઃકરણમાં રહેલું. સત્વ પ્રબળ થાય છે. તેથી પ્રસન્નતા અને સૌમનસ્ય રહે છે. ચિત્ત એકાગ્ર થાય છે તેથી મનની શુદ્ધિ થાય છે. આમ મનનો નિરોધ થવાથી ઈન્દ્રિયજય થાય છે, તે ચિત્ત સૂક્ષમ વસ્તુને ગ્રહણ કરવા સમર્થ થાય છે અને તેથી આત્માને સાક્ષાત્કાર કરવા ગી સમર્થ બને છે. () સંતેષઃ અતિઆવશ્યક એવા જે પ્રાણયાત્રાને નિભાવનાર પદાર્થો, સિવાયના અન્ય પદાર્થો મેળવવાની અસ્પૃહા એટલે. સંતોષ. સંતેષથી અત્યુત્તમ સુખને લાભ થાય છે. સંતેષને અર્થ તૃષ્ણાને ક્ષય છે. યેગીના અંતઃકરણમાં રજસૂ, તમર્ અતિનિર્બળ થઈ જાય છે. અર્થાત્ તમે ગુણ, રજોગુણ દગ્ધબીજવતું થાય છે. પરિણામે ચિત્તને સ્વભાવસિદ્ધ સત્ત્વગુણ નિર્બોધ આવિÍવને પામે છે. તેથી શાંતિ, સુખ પ્રાપ્ત થાય છે. બ્રહ્માને આનંદ છે તેટલે આનંદ જ્ઞાનવાન અકામ પુરુષને છે. (૪) તપઃ સુધા-પિપાસા, શીત-ઉષ્ણ ઇત્યાદિ કંકોને સહન કરવાને અભ્યાસ તે તપ છે. કાષ્ઠમૌન એટલે ચિહન વડે પિતાને અભિપ્રાય દર્શાવે નહિ, અને આકાર મૌન એટલે બોલવું નહિ તે. આ ઉપરાંત ઘણા પ્રકારે તપ કહેવાય છે. તપની પ્રતિષ્ઠાથી અશુદ્ધિને ક્ષય થાય છે. રજસૂ-તમસ્ ગુણરૂપ અધર્મને ક્ષય થાય છે તેથી શરીર સંબંધી અણિમા – મહિમા (અનુક્રમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266