________________
૨૨૮
ધ્યાન : એક પરિશીલન જેમ જેમ બ્રાહ્મણ (સાધક) નાનાવિધ વ્રતનું ગ્રહણ કરે છે તેમ તેમ હિંસાનાં કારણોથી નિવૃત્ત થતે અહિંસાને નિર્મળ કરે છે.
() અહિંસા: કેગના અંગભૂત એવી અહિંસાનું સ્વરૂપ આ પ્રમાણે છે. આશ્રમવિહિત નિત્યકર્મના અવિરોધ કરીને સર્વ કાળે, સર્વ અવસ્થામાં તથા સર્વ દેશમાં સર્વ પ્રાણીને મન, વાણી અને કાયાએ કરીને દુઃખની ઉત્પત્તિ ન કરવી. ' યોગસાધકે નિત્યકર્મ અવશ્ય કરવાનાં છે. ક્રિયામાત્રથી ક્ષુદ્રજંતુ નાશ થાય છે, અથવા તેમને પીડા થાય છે. તે પ્રકારની પીડા અનિચ્છાએ થતી હોવાથી, તે હિંસાની નિવૃત્તિ અથે પ્રાયશ્ચિત્ત કરવું. મેગીમાં અહિંસાની સ્થિરતા હોવાથી તેની પાસે હિંસ ભાવનાવાળાં પ્રાણીઓ પણ વૈરને ત્યાગ કરે છે.
(૧) સત્ય અસત્યથી નિવૃત્તિ રાખવી. જે વાત છેટી હોય તથાપિ જે વક્તા સાચી માની અન્યને પ્રતિપાદન કરે છે તેમાં તેને અજ્ઞાનનિમિત્તક પાપ લાગે છે. વળી વિપરિત અર્થને બંધ કરે તે સત્યરૂપ નથી. જે વાક્યથી સાંભળનારનું કે લેકનું વાસ્તવિક હિત થતું ન હોય તે વાક્યને પ્રયોગ સત્યરૂપ નથી. સત્યની સ્થિરતા થવાથી મેગીને વચનસિદ્ધિ થાય છે અર્થાત્ તેના વચનમાં
એવી અમોઘ શક્તિ આવે છે કે ધારેલે સંકલ્પ સિદ્ધ થાય છે. જે વસ્તુ જેવી છે તે બંધ કરે જેથી તે તે વિષયમાં ભ્રાંતિ ન ન થાય. વળી તે બોધ અપ્રસિદ્ધ શબ્દથી મિશ્રિત ન હોય, અન્યને હિતકારી હોય અને અન્યને દુઃખની ઉત્પત્તિ ન કરે. આ પ્રકારે સાધકે વાણુને ઉપગ કરે, અથવા મૌન રહેવું. મૌન ધારણ કરવું એ અસત્યની નિવૃત્તિરૂપ છે.
(અસ્તેયઃ દેહ, મન તથા વાણી વડે અન્યનાં દ્રવ્યમાં અસ્પૃહ થઈને રહેવું તે જ તત્વદશી ત્રષિઓએ અસ્તેય ગયું છે.
અસ્તેયની પ્રતિષ્ઠા થવાથી સર્વ દિશામાં રહેલા રત્નાદિ દ્રવ્ય ગીની સત્તા નીચે આવે છે, પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org