________________
પરિશિષ્ટ ૮ યોગ વિશે મહર્ષિ પતંજલિ યોગ એટલે ચિત્તવૃત્તિને નિધિ અથવા ચિત્તવૃત્તિની સંસ્કાર શેષ અવસ્થા.
ચિત્તવૃત્તિને નિરોધ થયે ચિત્તની સ્થિતિના હેતુરૂપ ત્રણ પ્રકાર થાય છે. અભ્યાસ, વૈરાગ્ય અને શ્રદ્ધા. ચિત્તને એક વિષય ઉપર સંયમિત કરવાને અભ્યાસ થયે અન્ય વિષયે પર પણ એકાગ્રતા કરવાની શક્તિ ચિત્તમાં ઊપજે છે. આ અભ્યાસના સામર્થ્યથી સ્મૃતિ તથા સમાધિરૂપ ઉપામાં સહાયક પ્રવૃત્તિ થઈ શકે છે. જે સાધકને સંયમને કારણે દિવ્ય ગંધ, રસ વગેરે વિષય આવી મળે છે, તેને સંસારના દુઃખમિશ્રિત તથા ક્ષુદ્ર વિષયે મેળવવાયેગ્ય લાગતા નથી. આમ વિષયે પ્રત્યે વિરક્ત થવાથી વૈરાગ્યની સિદ્ધિ થાય છે. શાસ્ત્રના એક ભાગમાં કહેલા તત્વને સ્વાનુભવ થાય છે ત્યારે સાધકને શાસ્ત્રના અન્ય ભાગો પર અતિશય શ્રદ્ધા થાય છે. સદ્દગુરુના ઉપદેશ અને યુક્તિથી શાસ્ત્ર પર શ્રદ્ધા થાય છે. ચિગાનુષ્ઠાનમાં અતિઉત્સાહપૂર્વક સાધકની ચિત્તવૃત્તિ પ્રવેશ કરે છે.
શ્રદ્ધા અને ઉત્સાહ ઉત્પન્ન કરનાર પ્રવૃત્તિ સ્થિતિ પ્રત્યેજક છે. ગિનાં આઠ અંગે
- યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ – આ આઠ ગિનાં અંગ છે. (૧) યમઃ
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ યમ છે. આ પાંચેયમાં અહિંસા મુખ્ય છે. અહિંસાના અવિધિથી જ અન્ય ચારનું અનુષ્ઠાન કરવાનું છે. અહિંસાને વિરોધીને બીજા ચારનું અનુષ્ઠાન કરવામાં આવે છે તે નિષ્ફળ છે. બાકી ચારનું અનુષ્ઠાન પણ અગત્યનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org