Book Title: Dhyana Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 254
________________ પ્રાચીન પૂર્વાચાર્યોને ધ્યાનસાધના વિષયક ઉત્તમ બેધ ૨૨૯ (૪) બ્રહ્મચર્ય શાસ્ત્રમાં કહેલા આઠ અંગવાળા મૈથુનના ત્યાગરૂપ ઉપસ્થેદ્રિયને સંયમ. સ્ત્રીવિષયનું અથવા તત્સંબંધી વાતેનું સ્મરણ, કથન, રહસ્યભાવે, રાગપૂર્વક અવકન, રહસ્યભાષણ સંકલ્પ, અધ્યવસાય અને સંભેગની નિષ્પત્તિ એ આઠ અંગવાળું મૈથુન છે. તેનાથી રહિત થવું તે બ્રહ્મચર્ય છે. (દક્ષસંહિતા) બ્રહ્મચર્યથી ગીપુરુષના વીર્યની રક્ષા થાય છે. તે ગીએ ગયુક્તિપૂર્વક બ્રહ્મચર્યને સિદ્ધ કર્યું હોય છે, તેથી વૃદ્ધિ પામતું વીર્ય વિકારી થતું નથી. બ્રહ્મચારીનું મન અધિક બળયુક્ત હોય છે. જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિરૂપ બળ અતિશયપણે વધે છે. (૪) અપરિગ્રહ: વિષયેના અર્જન, રક્ષણ, ક્ષયાદિ થતાં દોષના વિચારથી થતું, દેહયાત્રાના નિર્વાહથી અતિરિક્ત ભેગાસાધનને શાસ્ત્રવિધિ પ્રમાણે અસ્વીકાર કરે તે અપરિગ્રહ છે. ભોગસાધનમાત્રને મમત્વબુદ્ધિથી સ્વીકાર ન કરે તે અપરિગ્રહ છે. અપરિગ્રહસ્થિતિવાળાને જન્મના પ્રકારને સાક્ષાત્કાર થાય છે. “હું હત” એવી જિજ્ઞાસાથી પૂર્વજન્મને હસ્તકમલવતુ બંધ ગિીને થાય છે. હવે “હું કેણ થવાને છું” વગેરે જિજ્ઞાસાથી વર્તમાન અને ભવિષ્યના જન્મને સાક્ષાત્કાર થાય છે. જાતિ, દેશ, કાળ અને સમયથી અમર્યાદિત, સર્વથા કર્તવ્યરૂપ એવા આ યમ મહાવ્રત કહેવાય છે. સર્વ અવસ્થામાં એમનું અનુષ્ઠાન કરવા ગ્ય છે. (૨) નિયમઃ - શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એમ પાંચ નિયમ છે. તે, જન્મના હેતુભૂત કામ્યકર્મથી નિવૃત્તિ પમાડી મિક્ષના હેતુરૂપ નિષ્કામકર્મ વિષે પ્રેરે છે. () શૌચઃ શૌચ એટલે શુદ્ધિ. આ શુદ્ધિમાં સ્થૂળ શરીરની શુદ્ધિ અને મનઃશુદ્ધિ એમ બંને પ્રકારની શુદ્ધિને સમાવેશ થાય છે. શરીરશુદ્ધિ સ્નાન અને સાત્વિક આહારથી કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266