________________
૨૧૬
ધ્યાનઃ એક પરિશીલન બનાવવું જોઈએ. સ્થિરતા પ્રાપ્ત કરવાને એક ઉપાય તે સબંધ દ્વારા કરેલે પરમાત્મતત્વના સ્વરૂપને નિર્ણય છે તે વાત ત્રિકાળ સત્ય છે. નિયમિત જીવન
૨. દૈનિકચર્યાને અમુક સમય સત્સંગ અને સન્શાસ્ત્રના પરિચયમાં નિયમિતપણે ગાળ. ધીરજ રાખીને ચિત્તની સ્થિરતાને સફળતાપૂર્વક અભ્યાસ કરે હોય તે પિતાના જીવનમાં અમુક સારા નિયમ પાળવા પડશે. જેથી મનને તે નિયમોની મર્યાદામાં રહેવાની ટેવ પડી જતાં સંકલ્પ-વિકલ્પની મંદતા થશે, અને કાનમાં અમુક અંશે શાંતિ અનુભવાશે. આહારવિષયક શિસ્ત
૩. રાકને અને મનનો ગાઢ સંબંધ છે. “જેવું ખાય અન્ન તેવું થાય મન, જેવું પીએ પાછું તેવી થાય વાણું.” સાત્વિક આહાર લે, તામસિક પ્રકૃતિને પિષક અને બિનશાકાહારી આહાર સાધકે બિલકુલ ન લે. સાધકના આહારને આચાર્યોએ યુક્તાહાર કહ્યો છે. સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં આહાર લેવે સાધક માટે અહિતકર છે. સાંજનું ભેજન અલ્પ હોવાથી ધ્યાનાદિમાં સ્કૃતિ રહે છે. વ્યસનેને સાધકે સર્વથા અપરિચય કરે એગ્ય છે. અન્ય પ્રવૃત્તિ
૪. જીવનનિર્વાહને માટે જરૂરી આવક ન્યાયસંપન્ન ઉદ્યમ દ્વારા ઉપાર્જન કરવી, કારણ વિનાનું રળવાને શેખ ઘટાડી ચિત્તમાં સંતેષ ધારણ કરે. શરીર ખૂબ થાકી જાય તેવી રીતે ન પ્રવર્તવું, કારણ કે અતિશય શરીરશ્રમ લેવાથી ધ્યાન માટે સ્થિર આસનની જરૂર છે તેની સિદ્ધિ નહિ થાય. સાધનાના અંગરૂપ ન હોય તેવી મુસાફરી ઘટાડવી. કારણ કે મુસાફરીમાં અનેક જાતની ચિંતા (આર્તધ્યાન) સતત રહ્યા કરે છે. સત્સંગ કે તીર્થયાત્રાના સાચા ધ્યેયપૂર્વક મુસાફરી કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org