________________
પ્રાચીન પૂર્વાચાર્યોને ધ્યાનસાધના વિષક ઉત્તમ બોધ ૨૨૧
સંસારરૂપી અગ્નિથી ઉત્પન્ન થયેલા સંતાપને શાંત કરવાને ધીર અને વીર પુરુષો માટે ધ્યાનરૂપી સરેવરમાં સ્નાન કરવું તે ઉત્તમ છે.
ધર્મધ્યાનને ધ્યાતા સમ્યફજ્ઞાન અને વૈરાગ્યસહિત હોય છે. ઇંદ્રિ અને મનને વશ કરવાવાળા હોય છે. તેના વિચારોમાં સ્થિરતા છે. તે યાતા, મોક્ષને અભિલાષી, પુરુષાર્થી તથા પ્રશાંત હોય છે.
--બીજ્ઞાનાવ–૩/૨પ-૨૭ હે આત્મન ! તું તારા આત્માર્થને જ આશ્રય કર. મોહરૂપી વનને ત્યાગ કરી, ભેદવિજ્ઞાનને ગ્રહણ કર. વૈરાગ્યનું સેવન કર. નિશ્ચયરૂપથી શરીર અને આત્માના ભેદસ્વરૂપની ભાવના કર. આ પ્રકારે ધર્મધ્યાનરૂપી અમૃતના સમુદ્રની મધ્યમાં અવગાહન કરી, ઊંડે ઊતરી અનંત સુખ તથા પૂર્ણ મુક્તિના દર્શન કર.
–શ્રી જ્ઞાનાવ–૨/૪૨ ક્રોધાદિ ભાવને નિગ્રહ, મન અને ઇન્દ્રિયને વિજય, અહિંસાદિ વ્રતનું ધારણ અને લોકસંગને ત્યાગ–આ ચાર ધ્યાનની સિદ્ધિ માટેની ઉત્તમ સામગ્રી છે.
શ્રી તવાનુશાસન ૭૫ ૦ ઉત્તમ ધ્યાતાનું સ્વરૂપ
જે સાધુ યમનિયમમાં તત્પર છે, જે આંતર અને બાહ્ય બંને પ્રકારે શાંત છે, મમતા રહિત છે, વળી સમતા-ભાવને પ્રાપ્ત છે, સર્વ જી પ્રત્યે દયાવાન છે, શાસ્ત્રકથન અનુસાર મિતાહારી છે, નિદ્રા-પ્રમાદથી પિતે સ્વાધીન છે. આત્મસ્વભાવથી પરિચિત છે, તે જ ધ્યાનના સામર્થ્ય વડે સર્વ દુઃખને નાશ કરે છે. જેણે સર્વ શાસ્ત્રનું રહસ્ય જાણ્યું છે, જે સર્વ પ્રકારનાં પાપોથી રહિત છે, આત્મકલ્યાણમાં રત છે, જેણે સર્વ ઇંદ્રિયેના વિષયનું શમન કર્યું છે, જેની વાણી સ્વ-પર કલ્યાણકારી છે, જે સર્વ સંકલ્પોથી રહિત છે, એ વિરક્ત સાધુ શાશ્વત સુખને અવશ્ય પ્રાપ્ત કરે છે
–આત્માનુશાસન, ૨૨૫-૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org