________________
૨૨૪
ધ્યાન એક પરિશીલન. કામ, ક્રોધ, વિષાદ, ઈર્ષ્યા, મદ, દ્વેષ, પ્રમાદ ઈત્યાદિ દેને કારણે શુદ્ધ આત્મધ્યાનને સહાયક મનની સ્થિરતા ટકતી નથી, તેથી જેમ તીવ્ર માત્રા સહિત અગ્નિ વડે સુવર્ણ પીગળે છે તેમ આત્માનું ધ્યાન કરવાવાળા સાધકે કામાદિ વિકારેને નાશ કરે.
-તત્વભાવના, ૫૩ શાસ્ત્રાભ્યાસથી, ગુરુગમે કે સાધમીના સંસર્ગથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી, અને તેને જ સહારે લઈ ધ્યાન કરવું અને અન્ય સંગતિને ત્યાગ કરે.
–તત્ત્વજ્ઞાનતરંગિણ, ૧૦–૧૫. ધ્યાનઃ સમતાનું માહાસ્ય અને ફળ
રહી ધ્યાનમાં તલ્લીન, છોડે સાધુ દેષ સમસ્તને તે કારણે બસ દયાન સૌ અતિચારનું પ્રતિકમણ છે. ૯૩ આત્મ સ્વરૂપ અવલખનારા ભાવથી સૌ ભાવને. ત્યાગી શકે છે જીવ, તેથી દયાન તે સર્વસ્વ છે. ૧૧૯
–નિયમસાર, ૯૩–૧૧૮ આ જગતની કે વસ્તુમાં તો સ્વાર્થ છે નહિ મુજ જરી. વળી જગતની પર વસ્તુઓને સ્વાર્થ મુજમાં છે નહિ;
આ તત્વને સમજી ભલા, તું મેહ પરને છોડ, શુભ મેક્ષનાં ફળ ચાખવા, નિજ આત્મમાં સ્થિર તું થજે.
–શ્રી અમિતગતિ સામાયિપાઠ, ૨૪ જેવી રીતે રત્નમાં હીરા મુખ્ય છે, સુગંધી પદાર્થોમાં ગેસર ચંદન મુખ્ય છે, મણિઓમાં વૈડૂર્યમણિ મુખ્ય છે, તેમ સાધુનાં સર્વત્રત–તપમાં આત્મધ્યાન મુખ્ય છે. (૧૮૯૪)
જેમ પ્રબળ પવનની બાધા રેકવાને અનેક ઘરોની મધ્યમાં આવેલું ગર્ભગૃહ સમર્થ છે, તેમ કષાયરૂપી પ્રબળતાની બાધા દૂર કરવાને ધ્યાનરૂપી ગર્ભગૃહ સમર્થ છે, જેમ ગરમીના દુઃખને દૂર કરવા છાયા શાંતિકારી છે તેમ કષાયરૂપી અગ્નિને નાશ કરવા આત્મધ્યાનની છાયા હિતકારી છે. (૧૮૯૫-૯૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org