Book Title: Dhyana Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 247
________________ ૨૨૨ ધ્યાન : એક પરિશીલન ધ્યાનની વિધિ અને તેનું સ્વરૂપ હું કઈ પર પદાર્થોને નથી, કેઈ પર પદાર્થો મારા નથી. હું એક જ્ઞાનમય છું, એમ જે ધ્યાતા ધ્યાન કરે છે, ને આત્મધ્યાની છે. ખરેખર, હું પરભાવથી રહિત શુદ્ધ સ્વરૂપી છું. નિશ્ચયથી જ્ઞાન-દર્શનમય છું. અતીન્દ્રિય સ્વભાવવાળે એક મહાન પદાર્થ છું અને પરાવલંબન રહિત છું. આવી આત્મભાવના કરવાથી સ્વાનુભવ ઊપજે છે. –શ્રી પ્રવચનસાર/૧૯૧–૧૮૨ જે મેહરૂપી મળને નાશ કરીને ઈન્દ્રિય વિષયોથી વિરક્ત થઈને, મનને સંયમ કરીને પિતાના નિજસ્વભાવમાં ઉત્તમ પ્રકારે સ્થિર થાય છે, તે આત્મધ્યાની બને છે. -શ્રી પ્રવચનસાર, ૧૯૬ જેનું ચિત્ત વિષયેથી વિરક્ત છે. જેનું સમ્યકત્વ શુદ્ધ છે, ચારિત્ર દઢ છે અને જે આત્માને ધ્યાવે છે તે અવત નિર્વાણને પ્રાપ્ત કરે છે. –શ્રી મોક્ષપાહુડ, ૬/૭૦ ભાવનાનું સ્વરૂપ હું સર્વ જીને ક્ષમાવું છું. સર્વ છે, પણ મને ક્ષમા કરે. સર્વ જી પ્રત્યે મને મૈત્રીભાવ રહે, કેઈ પ્રત્યેની મને ઘેરભાવ નહે. રાગ, દ્વેષ, ઈર્ષા, દીન અને કપટ ભાવ તથા ઉત્કંઠા, ભય, શેક, પ્રીતિ અને અપ્રીતિને ત્યાગ કરું છું. –મૂલાચાર/બઢત-પ્રત્યાખ્યાન-અધિકાર, ૪૩–૪૪ જેના મનરૂપી જળને રાગાદિ વિભાવ ચંચળ કરતા નથી તે પિતાના આત્મતત્વને અનુભવ પામે છે. જ્યારે સરોવરનું જળ સ્થિર હોય છે ત્યારે તેમાં પડેલું રત્ન સ્પષ્ટ દેખાય છે, તેમ નિર્મળ મનરૂપી જળમાં સ્થિર થવાથી આત્માનું દર્શન થાય છે. –તત્ત્વસાર, ૪૦-૪૧ સ્વાધ્યાય કરતાં કરતાં ધ્યાન અવસ્થામાં પ્રવેશ કરે, અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266