________________
૨૨૦
ધ્યાન ઃ એક પરિશીલન વૈરાગ્યથી, તત્ત્વાભ્યાસથી અને સદ્ગુરુના માર્ગદર્શન પ્રમાણે શિસ્તબદ્ધ અભ્યાસ કરવાથી અચૂકપણે આત્માના આનંદની લહેરેને અનુભવ સ્વશક્તિ પ્રમાણ આજના જમાનામાં થઈ શકે છે તે નિર્વિવાદ છે. ધ્યાનનું ફળઃ
ધ્યાન એ સર્વોત્તમ તપ છે. તેનું તત્કાળ ફળ ચિત્તપ્રસન્નતા આત્મશાંતિ અને અનુભવરસને આસ્વાદ છે. સાચા ધ્યાનથી વિકારનું જેર નાશ પામે છે, કર્મબંધ તૂટે છે. સર્વ આત્મસાધનાનું ફળ સમાધિ છે. સમાધિની પ્રાપ્તિ ધ્યાનથી થાય છે. માટે દરેક સાધકે નિયમથી, ડોક પણ ધ્યાનને અભ્યાસ અવશ્ય કરે જોઈએ. સત્સંગ, સલ્ફાસ્ત્ર અને સદાચાર એ ત્રણેનું યથાયોગ્ય અવલંબન લેવાથી ધ્યાનમાં સિદ્ધિની પ્રાપ્તિ જલ્દીથી અને સહેલાઈથી થાય છે એ વાત અનુભવસિદ્ધ છે.
[. શ્રી સોનેજીકૃત “સાધકસાથી”ના પ્રકરણ ૨પમાંથી)
પરિશિષ્ટ ૬ પ્રાચીન પૂર્વાચાર્યોનો ધ્યાનસાધના વિષયક ઉત્તમ બોધ
ધ્યાનનું સ્વરૂપ સાધુ કે શ્રાવકને બાહ્ય વેષ વાસ્તવિક રીતે મોક્ષમાર્ગને અનુસરતું નથી. સમ્યગદર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યક્રચારિત્રને જિનેન્દ્રોએ મેક્ષમાર્ગ કહ્યો છે. તેથી સાધુએ કે શ્રાવકે ગ્રહણ કરેલા બાહ્ય વેષ વિષેની મમતા ત્યાગવી..
- આચાર્યશ્રી કહે છે કે, તું સ્વાનુભવરૂપ નિશ્ચયમેક્ષમાર્ગમાં સ્થિર થા, તેનું મનન કર, તેનું જ ધ્યાન કરે અને તેમાં જ રમણતા કર. પિતાના આત્માને છેડીને અન્ય દ્રવ્યનું ચિંતન કરવું નહિ.
–શ્રી સમયસાર ૪૧૦, ૪૧૧, ૪૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org