________________
૨૧૮
ધ્યાન : એક પરિશીલન ચાર-છ કે દસ સેકંડ સુધી પ્રગટે છે, તે પછી તેની અસર થેડી મિનિટો અથવા કલાકો સુધી રહ્યા કરે છે, જે અતિશય ચિત્તપ્રસન્નતાને આપે છે અને સાધકને ઉલ્લસિત વીર્યથી ધ્યાનની આરાધનામાં આગળ વધવા પ્રેરે છે.
સ્થિરતાના આવા અનુભવ પછી જુદા જુદા અનુભવ થાય છે. વીજળીના કરન્ટ જે પ્રવાહ શરીરમાં અનુભવાય છે. જેમાંચને અનુભવ, શરીરનું ઉપર ઊઠવું, શ્વાસની ગતિમાં મંદતા, ખાસ પ્રકારનું આનંદદાયક વાતાવરણ હોઠ, દાઢી, ગાલ, નાકના નીચેના ભાગને આવરીને પ્રગટ થતું જણાય છે. ધ્યાનમાંથી ઊઠયા પછી. પણ આનંદને સંચાર થડો સમય રહ્યા કરે છે.
ધ્યાનની સફળતાને આધાર સાધકની પૂર્વસાધના, ધર્મજીવનની રુચિ, પાત્રતા, આત્મસ્વરૂપનું સ્પષ્ટ પરિજ્ઞાન, વૈરાગ્યની તીવ્રતા, આત્મસાક્ષાત્કારની લગન, તિતિક્ષા, ધૈર્ય, ખંત, નિયમિત સમય. સાતત્ય, પરમાત્મતત્વના અલૌકિક માહાભ્યની નિઃશંકતા અને આ બધાં પાસાઓને પુષ્ટ કરી સંવર્ધિત કરનારા એવા આત્મનિષ્ઠ ગુરુના સાન્નિધ્ય, માર્ગદર્શન અને કૃપા ઉપર જ છે.
આ પ્રમાણે જ્યારે સાધનાને સમય વૃદ્ધિગત થાય છે અને જામે છે ત્યારે કોઈ એક મહાભાગ્યવાન સમયે ધ્યાનાવસ્થામાં ઈષ્ટદેવ,
શ્રી ગુરુ મંત્ર સાધના વગેરે સર્વ વસ્તુઓ આત્મજાગ્રત દશામાં વિસ્મૃતિ પામે છે, અને ત્યારે જે રહી જાય છે તે અખંડ ચિન્માત્ર, પરમ શાંત, સર્વોપરી, નિવિકલ્પ, સહજ જ્ઞાનાનંદસ્વરૂપ સ્વાનુભવ છે, જે આપણું મૂળસ્વરૂપ છે.
જ્યારે આમ બને છે ત્યારે સાધના જીવનમાં આમૂલ પરિ વર્તન આવે છે. કર્તા ભક્તાપણને દવાને બદલે હવે મુખ્યપણે. તે સાક્ષીભાવે રહે છે. આમ હવે તે કાંઈક અન્ય છે. અને અદ્ભુત છે. સુખ-દુઃખાદિ સર્વ ઢંઢો–ભેદે તેની દષ્ટિમાંથી ગળી ગયા છે અને સર્વત્ર એકરૂપ અલૌકિક સર્વોત્કૃષ્ટ પરમાત્મદર્શનની જે તેના જીવનમાં મુખ્યતા થઈ જાય છે હવે પૂર્ણપદની પ્રાપ્તિમાં નિઃશંક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org