________________
२१७
Fધ્યાન વિષે
- મનરંજન માટેના સાધને જે દુર્જન પુરુ વડે સેવવામાં આવે છે તેને સાધકે સર્વથા ત્યાગ કરે ઈષ્ટ છે. કારણ કે તે પ્રવૃત્તિને કારણે ખરેખર આત્મસાધના થઈ શકતી નથી. જે ધર્મ ઈ છે તે મહાપાપસ્થાનકે ન સેવે તેવી સંતની સજજનેને આજ્ઞા છે, જે વિચારે અને આચારે કરીને જોતાં પરમસત્યરૂપ છે. બ્રહ્મચર્ય વિષયક શિસ્ત
૫. આત્માની શાંતિ અને આત્માના અતીન્દ્રિ આનંદને અભિનંદે તે ઈન્દ્રિયેના સુખને અભિનંદે નહિ. પાંચે ઈદ્રિમાં સૌથી વધારે વિસ્તારવાળી અને જીવની સાથે સૌથી વધારે લાંબા સમયથી સંકળાયેલી સ્પશેન્દ્રિય છે. તેથી તે વિષયને ત્યાગ પણ ખૂબ વિકટ છે. એક મનુષ્યભવમાં જ મુખ્યપણે વિવેક વિકાસ પામી શકે છે. સ્વસ્ત્રીને વિષે પણ વિવેકપુરુષ મર્યાદાયુક્ત રહી સંતોષી રહે છે. અને કેમે કરીને બ્રહ્મચર્યને અભ્યાસ કરે છે. આમ સાધકને માટે અમુક દિવસોનું નિયમપૂર્વકનું બ્રહ્મચર્ય પાલન આવશ્યક છે અને કેમે કરીને વ્રત લેવું જરૂરી છે, જેથી વાડ બંધાઈ જાય છે અને સુખરૂપે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન બની શકે છે. “જે પરમાત્મતત્વને પામવાની ઈચ્છાવાળો હોય તે બ્રહ્મચર્યનું પાલન કરે છે.” દયાનાભ્યાસ
શાંત સ્થળે, સ્થિર સુખાસને જાપ ધ્વનિ, શ્વાસોચ્છવાસ, પરમાત્મા-સદ્ગુરુની મૂર્તિ ઈત્યાદિ અવલંબન દ્વારા ધ્યાન થઈ શકે. જ્યારે ધ્યાન દરમ્યાન સાધારણ રીતે સંકલ્પ-વિકલ્પ મંદતાને પામે છે ત્યારે સામાન્ય શાંતિને અનુભવ થાય છે. એ પ્રમાણેની સ્થિતિ થયા પછી જે ૨૦ થી ૩૦ મિનિટ ધ્યાન રહે તે એક પ્રકારના ખાસ સ્થિર શાંતિદાયક વાતાવરણના પટ્ટામાં જાણે કે આપણું આખું શરીર નિબદ્ધ થયું હોય તે અનુભવ થાય છે. જે આ સ્થિતિને છેડી વધુ મિનિટ સુધી જાળવી શકાય તે સ્થૂળ વૃત્તિનું ઉત્થાન થતું અટકી જાય છે. ચિદાનંદની જ સ્થિરતાના પ્રમાણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org