________________
પરિશિષ્ટ ૪ ધ્યાનસાધનાની વિધિ શ્રેણિએ
મુનિશ્રી અમરેન્દ્રવિજયજીકૃત
આત્મજ્ઞાન અને સાધનાપથમાંથી ઉઠ્ઠત અનુભવ – સાધનાનું અંતિમ ચરણ
કેટલાંક આધ્યાત્મિક વસ્તુ છે “અનુભવ”ની પ્રાપ્તિને આત્મવિકાસની ચરમ અવસ્થા માની લે છે અને તે અવસ્થામાં જે સ્થિતિ થઈ હોય તે એ વસ્તુ છે એને જીવનમુક્તિ સમજે છે. જૈન સિદ્ધાંત અનુસાર, ક્ષાયિક સમ્યક્ત્વયુક્ત ચેથાથી સાતમા ગુણસ્થાનક સુધીની એ દશા હોઈ શકે. જ્યારે જીવનમુક્તિ માટે તે રાગ-દ્વેષને પૂર્ણ ક્ષય-વીતરાગતા અપેક્ષિત છે ને એ દશા તે ઠેઠ તેરમા ગુણસ્થાનકે આવે છે. ક્ષાયિક સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં સાધકની જ્ઞાનધારા શુદ્ધ વહે છે. ચેતન્ય સાથેનું તેનું અનુસંધાન અખંડ બને છે, અંતરથી નિરાસક્ત રહી તે સર્વ પ્રવૃત્તિ કરી શકે છે. કિંતુ જેન સાધના પ્રણાલિ અનુસાર સાધનાનું તે અંતિમ ચરણ નથી. આવી વ્યક્તિ અંતરમાં આસક્તિરહિત હોવા છતાં તેનું બાહ્યાચરણ પૂર્વસંસ્કાર કે ચારિત્ર મોહનીયાદિ કર્મના આવરણના કારણે ઘણી વાર આસક્ત વ્યક્તિના આચરણ જેવું રહે છે. અર્થાત્ અંતર અનાસક્ત હોવા છતાં તેની પ્રવૃત્તિમાં – ગધારામાં થેડીઘણું અશુદ્ધિ અને ચંચળતા રહે છે. તે દૂર કરવા દેશવિરતિ કે સર્વવિરતિની તપ-ત્યાગમય સાધના પૂર્ણગેશ્વર શ્રી જિનેશ્વરદેવેએ ચીધી છે, એ સાધના દ્વારા ગપ્રવૃત્તિની અને જ્ઞાનની બંને ધારાને પૂર્ણ શુદ્ધ કરવી એ જૈન સાધનાનું લક્ષ રહ્યું છે.
માત્ર એક વારના ક્ષણિક અપક્ષ દર્શનથી જીવનમુક્ત થઈ જવાતું નથી એ વાત ગદર્શનના પ્રણેતા મહર્ષિ પતંજલિએ પણ કરી છે. “ગસૂત્રના વિવેચનકારોએ એ વાતને સ્પષ્ટ કરી છે. સાધકને જ્યારે સાક્ષાત્કાર થાય કે દશ્યથી ચિત્ત જુદું છે અને ચિત્તથી પુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org