________________
૨૧૧
ધર્મધ્યાનના પ્રકારની વિસ્તૃત સમજ સ્થાપવું. વધારે વખત પરિણમી રહેવું અને બીજા કેઈ આકારે મન પરિણામાંતર ન પામે તેવી સ્થિતિને ધ્યાન કહે છે. રૂપી પદાર્થ કરતાં રૂપાતીત ધ્યાન કઠિન છે. રૂપી પદાર્થની નિરંતર ટેવ પડ્યા પછી મન બીજામાં પરિણામ ન પામે તેની સાવધાની રાખવી.
રૂપ વિનાના જ્ઞાનાનંદ સ્વરૂપ વગેરે ગુણોનું અંતઃકરણમાં સ્થાપન કરવું, માનસિક વિચાર કરી મનને તેમાં જોડી દેવું. તે તે પછી મનને નિર્વિચાર, નિર્વિકાર કરવું તે રૂપાતીત ધ્યાન છે.
પૂર્ણ શુદ્ધ સ્વરૂપ વિના જેમને બીજુ કેઈ આલંબન નથી તેવા ગી સિદ્ધસ્વરૂપમાં લીન થાય છે. ધ્યાતા-ધ્યાનને લય થઈ ધ્યેયની સાથે એકભાવને પામે છે.
અંતમાં પિતાને પરમાત્મારૂપે અનુભવે છે. પ્રારંભમાં અપૂર્વ આનંદ અનુભવાય છે. વળી વિક્ષેપે આવે છે. જેમ જેમ આત્મધ્યાનનું બળ વધતું જાય તેમ તેમ વિક્ષેપ ઘટતા જાય છે. વારંવાર આત્મધ્યાન, આત્મજ્ઞાન-વિચારને પ્રયત્ન કરવો.
આ રૂપાતીત ધ્યાનમાંથી ઊઠડ્યા પછી પણ અનિત્ય-અશરણ આદિ ભાવનાઓને વિચાર કરવો. જેથી અંતઃકરણ બીજે ખેંચાઈ ન જાય. આ ભાવનાઓ છૂટેલા ધ્યાનના પ્રવાહને જોડેલે રાખે છે.
આવા ધર્મધ્યાનની સ્થિતિ ૪૮ મિનિટ અંતર્ગત પ્રમાણ રહે છે, કારણ કે તેમાં ક્ષાપથમિક ભાવ હોય છે. | ધર્મધ્યાન કરવાથી શુભ આસવરૂપ પુણ્ય બંધાય છે, આવતાં કર્મ સેકાય છે, પૂર્વકર્મને નાશ થઈ નિર્જરા થાય છે.
ધર્મધ્યાનમાં સ્થિર ન રહેવાય ત્યારે મહાપુરુષના ગુણ ગાવા, ભક્તિ કરવી, દાન-શીલ-તપ-ભાવના જેવાં કર્તવ્ય કરવાં. ધર્મધ્યાનીનું એ લક્ષણ છે.
રૂપાતીત ધર્મધ્યાનમાં શુક્લધ્યાનને આંશિક અનુભવ થાય છે.
આ ઉપરાંત મૈત્રી, પ્રમોદ કરુણા, મધ્યસ્થ આદિ ભાવના, તથા વૈરાગ્ય, જ્ઞાન, દર્શન, તપ આદિ ભાવના ચિંતવવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org