________________
૧૯૯
ધ્યાનનું બેધમય સ્વરૂપ વિસ્તારપૂર્વક બહુ સમજાવ્યું છે. એ ધ્યાન વડે કરીને આત્મા મુનિત્વભાવમાં નિરંતર પ્રવેશ કરે છે.
જે જે નિયમ એટલે ભેદ, આલંબન અને અનુપ્રેક્ષા (આગળ) કહી તે બહુ મનન કરવા જેવી છે. અન્ય મુનીશ્વરેના કહેવા પ્રમાણે મેં સામાન્ય ભાષામાં તે તમને કહી. એ સાથે નિરંતર લક્ષ રાખવાની આવશ્યકતા છે કે એમાંથી આપણે કયે ભેદ પામ્યા. અથવા કયા ભેદ ભણું ભાવના રાખી છે? એ સોળ ભેદમાંને ગમે તે ભેદ હિતસ્વી અને ઉપયોગી છે. પરંતુ જેવા અનુક્રમથી લેવો જોઈએ તે અનુક્રમથી લેવાય છે તે વિશેષ આત્મલાભનું કારણ થઈ પડે.
સૂત્રસિદ્ધાંતનાં અધ્યયને કેટલાક મુખપાઠ કરે છે, તેના અર્થ, તેમાં કહેલાં મૂળત ભણી જે તેઓ લક્ષ પહોંચાડે તે કંઈક સૂમભેદ પામી શકે. કેળના પત્રમાં, પત્રમાં પત્રની જેમ ચમસ્કૃતિ છે, તેમ સૂત્રાર્થને માટે છે. એ ઉપર વિચાર કરતાં નિર્મળ અને કેવળ દયામય માર્ગને જે વીતરાગપ્રણત તત્વબોધ તેનું બીજ અંતઃકરણમાં ઊગી નીકળશે. તે અનેક પ્રકારનાં શાસ્ત્રાવકનથી, પ્રશ્નોત્તરથી, વિચારથી અને પુરુષના સમાગમથી પિષણ પામીને વૃદ્ધિ થઈ વૃક્ષરૂપ થશે. નિર્જરા અને આત્મપ્રકાશરૂપ પછી તે વૃક્ષ ફળ આપશે.
શ્રવણ, મનન અને નિદિધ્યાસનના પ્રકારે વેદાંતવાદીઓએ બતાવ્યા છે, પણ જેવા આ ધર્મ ધ્યાનના પૃથક પૃથક્ સોળ ભેદ કહ્યા છે તેવા તત્વપૂર્વક ભેદ કેઈ સ્થળે નથી, એ અપૂર્વ છે. એમાંથી શાસ્ત્રને શ્રવણ કરવાને, મનન કરવાને, વિચારવાને, અન્યને બંધ કરવાને, શંકાનંખા ટાળવાને, ધર્મકથા કરવાને, એકત્વ વિચારવાને, અનિત્યતા વિચારવાને, અશરણુતા વિચારવાને, વૈરાગ્ય પામવાને, સંસારનાં અનંત દુઃખ મનન કરવાને અને વિતરાગ ભગવંતની આજ્ઞા વડે કરીને આખા કાલેકના વિચાર કરવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org