________________
૨૦૪
ધ્યાન ઃ એક પરિશીલન રૌદ્રધ્યાનવાળો છવ નિર્દય સ્વભાવને, ક્રોધાદિ પ્રકૃતિને, મદથી ઉદ્ધત, પાપબુદ્ધિવાળે, કુશીલ અને નાસ્તિક હોય છે અને આ દુર્ગુણો વડે રૌદ્રધ્યાનની ઉત્પત્તિ કરે છે. ૨. અસત્યાનંદ રૌદ્રધ્યાન
ઇદ્રિના વિષયે અને મનની તૃપ્તિ કરવા અસત્ય વચને બેલી, કાવાદાવા કરી અન્ય જીને નાશ કરે, તેમાં આનંદ માણુ તે અસત્યાનંદ રૌદ્રધ્યાન છે. ૩. ચૌર્યાનંદ રૌદ્રધ્યાન
અન્યનું પડાવી લેવાની વૃત્તિથી ચોરી કરવા માટે અન્ય જીવને ઘાત કરવાનું ચિંતન તે ચર્યાનંદ સૈદ્રધ્યાન છે. ૪. સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન
ઘણે આરંભ પરિગ્રહ મેળવીને, યુદ્ધ ખેલીને જીવને ઘાત કરીને, તેના રક્ષણાર્થે થતું ચિંતન તે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે.
આ પ્રમાણે કેઈ, પણ પ્રકારની હિંસા કરવી, કરાવવી કે અનુમોદના આપવી, તે તે વિષયનું ચિંતન કરવું તે રૌદ્રધ્યાન છે. તે નરકગતિનું કારણ છે.
- આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના નિમિત્તોથી દૂર થવા ઉત્તમ નિમિત્તરૂપ સગુરુ, સત્સંગનું સેવન કરવું અને ધર્મધ્યાનનું આરાધન કરવું. ધર્મધ્યાન પહેલાંની ભૂમિકા
| ધર્મધ્યાનનું આરાધન કરતાં પહેલાં મનની જડ ભૂમિને સંવેદનશીલ કરવા અનિત્યાદિ બાર ભાવના, મૈત્રી આદિ ચાર ભાવના, જ્ઞાનાદિ ચાર ભાવનાઓને અભ્યાસ કરી તેની અપેક્ષા કરવી. ચિંતન, મનન, નિદિધ્યાસન કરવું.
વળી આત્મા છે, નિત્ય છે, કર્મને કર્તા છે, કર્મને ભક્તા છે, મોક્ષ છે, મેક્ષને ઉપાય છે, આ છ પદનું વ્યવસ્થિત ચિંતન કરવું. તે પછી ધર્મધ્યાનના પ્રકારમાં પ્રવેશ કરવાથી આત્મન્નતિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org