________________
૨૦૭
ધર્મધ્યાનના પ્રકારની વિસ્તૃત સમજ
ધર્મધ્યાનનાં ચાર આલંબન ધર્મધ્યાનને અધિકારી પ્રાયે મુનિ છે. સાધક તે માગે યથાશક્તિ જઈ શકે.
૧) વાચના – શિખ્યાદિને ભણાવવા. ૨) પૃચ્છના – શંકાદિનું નિવારણ કરવું. ૩) પરાવર્તતા – વારંવાર સૂત્રાદિ જેવા. ૪) અનુપ્રેક્ષા – ચિંતન-ભાવના કરવી.
આ ચાર મનને સ્થિર કરવાના ધર્મધ્યાનના આલંબન છે, સ્વાધ્યાયરૂપ છે.
વિષમ – ઊંચાં, નીચાં, દુઃખે ચડવું-ઊતરવું થાય તેવાં સ્થાનેમાં મજબૂત આલંબન (દેરડું) રાખવાથી વિના લેશે પહોંચી શકાય છે તેમ મનુષ્ય સૂત્રાદિનાં વાચનાદિથી ધર્મધ્યાનમાં જઈ શકે છે. શરૂઆતમાં ઉત્તમ આલંબનની જરૂર રહે છે. અનુક્રમે વિના આલંબને આત્મસ્વરૂપમાં પ્રવેશ કરી શકાય છે.
ધર્મધ્યાનના ચાર ભેદ વસ્તુને સ્વભાવ તે ધર્મ છે. આત્મા પદાર્થ છે, તેને સ્વભાવ તે આત્મધર્મ કહેવાય છે. તેની વિચારણ-ધ્યાન તે ધર્મધ્યાન છે. આત્મસ્વરૂપમાં પ્રવેશવા જે વિચારે, નિર્ણય કરવા, તેના સંસ્કાર પાડવા તે ધર્મધ્યાન છે.
તે વિચાર અને સંસ્કારના અભ્યાસ માટે ચાર ભેદ છેઃ (૧) આજ્ઞાવિચયઃ આજ્ઞાનું ચિંતન.
જૈન સિદ્ધાંતમાં પ્રસિદ્ધ વસ્તુતત્વ છે તેને સર્વજ્ઞની આજ્ઞાનુસાર વિચાર કર. વસ્તુના સ્વરૂપને વિચાર કરે. તેમાં અનેકાંત શિલી છે.
જેમ કે આત્મા દ્રવ્યથી નિત્ય છે, પરિણામથી અનિત્ય છે.
આત્મબોધના સ્વરૂપમાં વિજ્ઞભૂત હોય તેને નિશ્ચય કરે તે સર્વજ્ઞની આજ્ઞા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org