________________
૧૯૮
ધ્યાન એક પરિશીલન ઘણે ભાગે તે પુરુષે ત્યાગી થઈ એકાંત ભૂમિકામાં વાસ કરે છે, કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે. પહેલા પુરુષનું મુખ્યત્કૃષ્ટ અને બીજાનું ગૌત્કૃષ્ટ જ્ઞાન પ્રાયે કરીને ગણી શકાય.
ચોથે ગુણસ્થાનકે આવેલે પુરુષ પાત્રતા પાપે ગણી શકાય, ત્યાં ધર્મધ્યાનની ગૌણતા છે. પાંચમે મધ્યમ ગૌણુતા છે. છટ્ટે મુખ્યતા પણ મધ્યમ છે. સાતમે મુખ્યતા છે. આપણે ગૃહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટ તે આવી શકીએ. આ સિવાય ભાવની અપેક્ષા તે ઓર જ છે!
એ ધર્મધ્યાનમાં ચાર ભાવનાથી ભૂષિત થવું સંભવે છેઃ (૧) મૈત્રી-સર્વ જગતના જીવ ભણી નિવેર બુદ્ધિ. (૨) પ્રમોદઅંશમાત્ર પણ કોઈને ગુણ નીરખીને રોમાંચિત
ઉલસવાં. (૩) કરુણ-જગતજીવનાં દુઃખ દેખીને અનુકંપિત થવું. (૪) માધ્યસ્થ કે ઉપેક્ષા – શુદ્ધ સમદષ્ટિના બળવીર્યને યેગ્ય
થવું. ચાર તેનાં આલંબન છે, ચાર તેની રુચિ છે. ચાર તેના પાયા છે. એમ અનેક ભેદે વહેંચાયેલું ધર્મધ્યાન છે.
જે પવન(શ્વાસ)ને જય કરે છે તે મનને જય કરે છે... શ્વાસને જય કરતાં છતાં પુરુષની આજ્ઞાથી પરામ્ખતા છે, તે તે શ્વાસય પરિણામે સંસાર જ વધારે છે. શ્વાસને જય ત્યાં છે કે જ્યાં વાસનાને જય છે. તેનાં બે સાધન છે, સદ્ગુરુ અને સત્સંગ. તેની બે શ્રેણી છે, પયું પાસના અને પાત્રતા. તેની બે વર્ધમાનતા છે, પરિચય અને પુણ્યાનુબંધી પુણ્યતા. સઘળાંનું મૂળ આત્માની સત્પાત્રતા છે.
શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૬૨ ધર્મધ્યાન પૂર્વાચાર્યોએ અને આધુનિક મુનીશ્વરોએ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org