________________
ધ્યાનનું રહસ્ય
૧૪૭
છે. મહાજને જે માગે ગયા તે માર્ગ પ્રમાણ ગણાય છે, તેથી સાચું જ કહ્યું છે કે, “મહાજને ચેન ગતા સ પન્થ”. ૦ ધ્યાન પરમ સુખ-શાંતિદાતા છે
ધ્યાનરૂપ અતલ સાગરમાં ડૂબકી મારનાર પરમ સુખશાંતિને અનુભવ કરે છે, તેનું પૂર્ણ કથન કે લેખન કેણ કરી શક્યું છે? આવા સાધનાના માર્ગે ધ્યાન વિષેની સાચી સમજ પ્રાપ્ત કરવી જરૂરી છે.
સામાન્ય મનુષ્યની જીવનચર્યા ઇદ્રિ અને મનના માધ્યમ વડે થાય છે. અને તેમાં પ્રાપ્ત થયેલ સંગ-વિયેગમાં સૌ સુખદુઃખની લાગણી અનુભવે છે પરંતુ આપણે જ્યારે નિદ્રાને આધીન થઈએ છીએ ત્યારે સ્થૂલ મન ઇંદ્રિયના વિષયમાંથી મુક્ત થઈ શાંત બને છે, અને એથી આપણે નિદ્રાનું સુખ લઈ શકીએ છીએ. ઇન્દ્રિય-વિષાની તન્મયતાને અભાવ મનને શાંત કરે છે. આંખ રૂપને જોતી રહે, કાનથી શ્રવણું થતું જ રહે કે કઈ પણ ઇંદ્રિયે વિષયમાં તીવ્રપણે તદાકાર રહે તે આપણને સુખેથી નિદ્રા આવતી નથી. બાહ્ય પદાર્થો સાથેની તદાકારતા શમે ત્યારે આપણને નિદ્રાનું સુખ પ્રાપ્ત થાય છે. તેમ ધ્યાનદશામાં મનાદિ વ્યાપાર શાંત થતાં શાંતિને અનુભવ હોય છે.
ગીઓ જાગૃતિમાં કે નિદ્રામાં ઈન્દ્રિયજન્ય વિષયમાં તન્મય હોતા નથી. તેથી તેઓ સંગિક સુખદુઃખાદિનાં કંકોથી મુક્ત આત્માની પરમશાંતિ અને સુખ અનુભવે છે. અલ્પ સમય માટે નિદ્રા લે, તે પણ તેઓ જાગ્રત હોય છે. આમ આત્મજ્ઞાની, ધ્યાનના રહસ્યને પ્રાપ્ત કરી પરમશાંતિ અને સુખને પ્રાપ્ત કરે છે. ધ્યાનદશાની અલ્પ પળમાં પણ સાધકને સુખ-શાંતિ આપવાનું સામર્થ્ય રહેલું છે.
જગતના ક્ષણજીવી પદાર્થોમાં સુખ-પ્રાપ્તિને પ્રયત્ન કરો કે દુઃખ-નિવૃત્તિ માટે પણ જગતના જ પદાર્થોને કાર્યકારી ગણવા તે મેહનું સ્વરૂપ છે. સ્વપ્નમાં જાણેલા પેટના દર્દીને જાગ્રત થયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org