________________
૧૭૮
ધ્યાન ઃ એક પરિશીલન થવા ધ્યાન એ અમેઘ તરણે પાય છે. પિતે ઉપાર્જન કરેલાં શુભાશુભ કર્મોથી કે સંસારથી ભાગી છૂટીને નિવૃત્તિ લેવાની આ કોઈ નબળી વૃત્તિ છે તેમ ન માનવું. ધર્મવીરે આ માર્ગને આરાધે છે.
હરિને મારગ છે શૂરાને નહિ કાયરનું કામ જોને.... /
સમુદ્રમાં જેમ યોગ્ય હવામાન જઈને નાવિક નાવને વિના વિદને લક્ષ્યસ્થાને લઈ જાય છે, તેમ જે વિવેકશીલ મનુષ્ય સંસારમાં પિતાને પ્રાપ્ત થયેલા પ્રારબ્ધમાં સમભાવે અને સૌની સાથે આત્મભાવે વતી કેમે કરીને પરભાવથી અને કર્મબંધથી સમગ્રતાએ છૂટી લક્ષ્યસ્થાને પહોંચવા ઈચ્છે છે અને તે માટે ધર્મધ્યાનશુભધ્યાનનું અવલંબન લે છે.
* સામાન્યતઃ સંસારી જી પળે પળે અનંત કર્મવર્ગણુઓને ગ્રહણ કરે છે. તે કમને તેડવા શુભ અનુષ્ઠાનનાં સેવન પછી, ચિત્તની સ્થિરતા થવાથી ધ્યાનની એકાદ પળ પણ ઘણું ઉપયોગી થાય છે. ધ્યાનની શુદ્ધ પળમાં અનંત કર્મોની નિર્જરા થાય છે, તેથી આત્માને પરમસુખને અનુભવ થાય છે. તે પછી તે સાધકને સંસારનાં દુર્લભ ગણુતાં કે મનાતાં સુખનાં સંયે અને સાધન તુચછ લાગે છે. તેવા પદાર્થો પ્રત્યેની તન્મયતા છૂટી જાય છે અને વૈરાગ્યદશાના – ઔદાસીન્યતાના ભાવે યથાપદવી પ્રગટતા રહે છે.
માનવમાત્ર સુખની આકાંક્ષાએ જ પરિશ્રમ ઉઠાવે છે ને ? ક્યાં સુધી ? જન્મજન્મથી વર્તમાનજન્મ પર્યત ઉઠાવતે આવ્યું છે, છતાં તેને નિરાબાધ સુખ ક્યારે પ્રાપ્ત થયું છે? અજ્ઞાનજન્ય મને ભૂમિકાએ આ પ્રશ્નનું સમાધાન થવું શક્ય નથી. મનની કઈ કલ્પના દ્વારા સત્સુખના માર્ગસંબંધી પ્રત્યુત્તર મળવાની સંભાવના નથી, જેમ લીમડાના તીવ્ર રસનું એક જ ટીપું કડવું ઝેર જેવું લાગે છે, મુખને તે કડવાશથી ભરી દે છે, મીઠાની એક જ ગાંગડી જિહાને ખારી ઊસ લાગે છે, તેમ સંસારના રાગાદિ સંગમાં જીવને જ્યારે કડવાશ અને ખારાશ લાગે ત્યારે તે પ્રત્યે અભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org