________________
૧૮૬
ધ્યાન એક પરિશીલન. મને તેને માટે જ મળે છે તેવી પ્રારંભથી તીવ્ર જિજ્ઞાસા હોય તે આ માગ સતત સુગ્રાહ્ય બનતું જાય છે. ૦ ઉત્સાહપૂર્વક આગળ વધવું
પ્રસ્તુત ગ્રંથમાં જણાવેલા ધ્યાનના વિવિધ પ્રકારો અને ભેદોથી મૂંઝાઈને પુરુષાર્થને પડતે ન મૂક. પ્રારંભ કરવાથી આગળ માગ જરૂર મળે છે. વળી સાધકને ઉત્સાહ જળવાઈ રહે તે માટે જ કેટલેક રસપ્રદ અને પ્રયોગાત્મક ઉપક્રમ અત્રે દર્શાવ્યું છે. છતાં પ્રશ્ન થાય કે, આત્મા તદ્દન નિકટ હોવા છતાં માર્ગ આ વિકટ કેમ? શું આ માર્ગ સરળ નહિ હોય? માર્ગ તે સરળ છે, પરંતુ આપણે લક્ષ્ય સ્થાનેથી ઘણું દૂર થઈ ગયા છીએ, તેથી તે વિકટ, લાગે છે.
ધ્યાન એ નિરંતર આત્મસન્મુખતાને અને સ્વપુરુષાર્થને માગ છે, તેથી પ્રારંભમાં કઠિનાઈ લાગશે. પરંતુ સલ્લુરુ-નિશ્રા, સત્સંગ અને ભક્તિ વડે તે સુલભ અને સરળ થશે, તે નકકી. સમજવું. શુદ્ધ અવલંબને દ્વારા ધ્યાનને અભ્યાસ કરીને આપણે શિખરની ટોચ પર પહોંચવાનું છે.
કેઈ એક પર્વતની ટોચ પર પહોંચવા માટે એક કેડીવાળા પર્વતને ફરતે લાંબે માર્ગ છે. તે માગે ટોચે પહોંચાય છે ખરું. બીજે માગ સીધા ચઢાણને છે. આછી-પાતળી તેની કેડી છે અને પથરા ઠેકીને જવું પડે છે. આ માર્ગે પણ ટોચે ચહોંચાય છે. એકસાથે નીકળેલા બંને યાત્રીઓમાંથી એક યાત્રી પ્રથમના માર્ગે ઘણા કલાકે અને કેટલાયે વિસામા લઈને પહોંચે છે, બીજે યાત્રી સીધા ચઢાણના માર્ગે હાંફી જાય છે છતાં, ત્રણ કલાકમાં ટોચે પહોંચી જાય છે. આ દષ્ટાંત પરથી સમજાયું કે બંને માર્ગ ટોચે તે પહોંચાડે છે જ.
ધ્યાનમાગ સીધી શ્રેણીને માર્ગ છે. થેડી હાંફ ચડે છે. અર્થાત્ વિકટતા લાગે છે, પરંતુ આ માગે શીઘ્રતાથી પહોંચાય છે. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org