________________
૧૯૨
ધ્યાન: એક પરિશીલન. વળી યોગ અને ધ્યાન જેવા ક્ષેત્રમાં પશ્ચિમની હવાના કંઈક પ્રવેશથી કે અન્ય વિપરીત પ્રવાહના કારણેથી સમાધિદશાની કલ્પનાઓમાં ન્યૂનતા અને ભ્રામક્તા પ્રવેશ પામતાં જણાય છે. સમાધિદશામાં વ્યવહાર અને સંસાર નભી શકે છે તેવી માન્યતા પ્રચારમાં આવવાથી કેટલેક ભ્રમ પેદા થયે જણાય છે. ભારતભૂમિના માનો મહદ્અંશે ભાવનાશીલ છે, ત્યાગને મહિમા જાણે છે, અને તેવાં સ્થાનોમાં જવા પ્રેરાય છે. સત્ય માર્ગની અને તેવા સ્થાનોની દુર્લભતા હોવાથી મળે છાપાતળાં સ્થાનમાં કઈ વાર ભૂલા પડે છે. છતાં સાચા સાધકને જિજ્ઞાસાને અનુરૂપ સસાધને મળવાની હજી આ ભૂમિ પર શક્યતાઓ છે. જ્ઞાનીઓના કથનમાં કે શાની. પ્રરૂપણામાં દોષ નથી પણ જીવની સમજફેરથી અસત્ કલ્પનાઓ ઉત્પન્ન થાય છે. માટે સાધકે ભળતાં સ્થાનમાં કુતૂહલવશ કે અન્ય પ્રલેભનથી આકર્ષાઈને માર્ગભેદ થવા ન દે. સમાધિદશા કે સમ્યફદષ્ટિ એ આત્માના શુદ્ધસ્વરૂપનું સંચરણ છે. કૈવલ્યદશાનું, પૂર્ણજ્ઞાનદશાનું અને મુક્તિનું દ્વાર છે. હે ભવ્યાત્માઓ! સદ્ગુરુદેવના અનુગ્રહ વડે આ માર્ગમાં પ્રવેશ પામી દુઃખથી સર્વથા મુક્ત થાઓ આવી જ્ઞાનીઓની મંગળમય વાણું આપણા સૌના જીવનને મંત્ર બની રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org