________________
પરિશિષ્ટ ૧
ધ્યાન અને યોગ વિષે શ્રી યશોવિજયઉપાધ્યાયજી કૃત “જ્ઞાનસારમાંથી ઉદધૃત ધ્યાન ? શ્લોક ૨૩૩ (૧) અર્થ :
જેને ધ્યાન કરનાર, ધ્યાન કરવા યોગ્ય અને ધ્યાન આ ત્રણ એકપણુને પ્રાપ્ત થયેલ છે, જેનું ચિત્ત અન્ય સ્થળે નથી એવા તે મુનિને દુખ હોતું નથી. શ્લોક ર૩૪ (૨) અર્થ :
ધ્યાન કરનાર અંતરાત્મા છે, ધ્યાન કરવા ગ્ય પરમાત્મા છે અને ધ્યાન એકાગ્રતાની બુદ્ધિ છે. આ ત્રણેની એકતા તે સમાપત્તિ છે. બ્લેક ૨૩૫ (૩) અર્થ :
મણિની જેમ ક્ષીણવૃત્તિવાળા શુદ્ધ અંતરાત્મામાં ધ્યાનથી પરમાત્માનું પ્રતિબિંબ હેય – પડે તે તે સમાપતિ કહી છે. શ્લોક ર૩૮ (૬) અર્થ:
જે જિતેન્દ્રિય છે, ધર્યસહિત છે, અત્યંત શાંત છે, જેને આત્મા ચપળતારહિત છે, જે સુખકારી આસને રહેલ છે, જેણે નાસિકાના અગ્ર ભાગ ઉપર લેચન સ્થાપ્યાં છે તે ગવાળે છે. શ્લેક ૨૩૯ (૭) અથ:
ધ્યેય ચિત્તની સ્થિરતારૂપ ધારણુની ધારા વડે, વેગથી, જેણે બાહી ઈન્દ્રિયેને અનુસરનારી મનની વૃત્તિ રેકી છે. જે પ્રસન્ન ચિત્તવાળા છે, પ્રમાદરહિત છે. જેઓ જ્ઞાનાનન્દરૂપ આસ્વાદ લેનારા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org