________________
ધ્યાન એક પરિશીલન
“ પ્રિય ભવ્યેા ! જૈન જેવું એક્કે પૂર્ણ અને પવિત્ર દઈન નથી; વીતરાગ જેવા એક્કે દેવ નથી, તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તે એ સર્વજ્ઞ દનરૂપ કલ્પવૃક્ષને સેવા.” શિક્ષાપાઠ-૯૪, તત્ત્વાવાધ ભાગ-૧૩
૧૯૦
“સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવુ' ઘટે છે, કેમ કે જ્યાં રાગાદિ દોષાના સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવા યોગ્ય નિયમ ઘટે છે.” (હાથનાંધ) ૧-૬૧
“જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમ જ સર્વ પદાર્થનુ સ્વરૂપ છે. ભગવાન જિને ઉપદેશેલા આત્માને સમાધિમા શ્રી ગુરુના અનુગ્રહથી જાણી પરમ (હાથનોંધ) ૨–૨૧.
પ્રયત્નથી
ઉપાસના કરો.”
“જિનેશ્વરના કહેલા ધર્મતત્ત્વથી કોઈ પણ પ્રાણીને લેશ ખેદ ઉત્પન્ન થતા નથી. સર્વ આત્માની રક્ષા અને સર્વાત્મશક્તિના પ્રકાશ એમાં રહ્યો છે. એ ભેદે વાંચવાથી, સમજવાથી અને તે પર અતિ અતિ સૂક્ષ્મ વિચાર કરવાથી આત્મશક્તિ પ્રકાશ પામી જૈનદર્શનની સર્વજ્ઞતાની સર્વોત્કૃષ્ટપણાની હા કહેવરાવે છે, બહુ મનનથી સર્વધર્મમત જાણી લીધા પછી તુલના કરનારને આ કથન અવશ્ય સિદ્ધ થશે.” —શ્રીમદ્ રાજચંદ્રજી વચનામૃત
વળી જૈનદશનની એક વિશિષ્ટતા એ છે કે, દરેક જીવને શક્તિ અપેક્ષાએ, સ્વતંત્ર પરમાત્માપદ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ એક-એ આત્માના તે પદપ્રાપ્તિ માટે અધિકાર મુકરર થતા નથી. સ્વપુરુષાર્થ ઉપર આધારિત, સૂક્ષ્મ અને સ્વાધીન હોવાથી જૈનદર્શનના ધ્યાનમાર્ગ કંઈક વિશેષ ગહન જણાય છે. વળી આમા સર્વજ્ઞ-વીતરાગ પ્રરૂપિત શુદ્ધ, સુસ્પષ્ટ અને પરિપૂર્ણ છે, તેવું અભ્યાસ વડે સમજાય છે. જો કે આ કાળમાં આ ક્ષેત્રે તે પ્રકારના જ્ઞાની અને સ્થાનાની
પ્રાપ્તિ ઘણી જ દુભ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org