________________
ઉપસ હાર
૧૮૯
દેવાર્થની કલ્પના છોડી દઈ, એકમાત્ર આત્માર્થમાં જ તેને ઉપયોગ. કરે. એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.” ૦ પ્રસ્તુત ગ્રંથમાં જૈનદશનના ધમતરવનું પ્રાધાન્ય. શા માટે ?
કોઈને પ્રશ્ન થવા સંભવ છે કે, પ્રસ્તુત ગ્રંથમાં સર્વજ્ઞ વીતરાગ દેવ અને નિગ્રંથ જ્ઞાની પ્રરૂપિત ધર્મધ્યાનના પ્રકારે અને સિદ્ધાંતને શા માટે વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે? તેનું સમાધાન આ પ્રકારે થઈ શકે છે, અન્ય આધ્યાત્મિક પ્રાચીન, અર્વાચીન વતુળમાં ધ્યાન વિષે જે માહિતી ઉપલબ્ધ છે તેનું કંઈક અવલોકન કરતાં ઉપરોક્ત મહત્ત્વ યથાર્થ અને ઉપકારી જણાય. છે. વળી તે વિષે ગઈ સદીમાં થયેલા પરમ–તત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી કે જેઓ જન્મ જૈન ન હતા, તેમણે મધ્યસ્થભાવે, પિતાનાં જ્ઞાન અને અનુભવના આધારે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે, તે પરથી પણ જૈન દર્શનમાં સર્વ-વીતરાગ પ્રરૂપિત ધ્યાનમાર્ગની સૂક્ષમતા સ્પષ્ટ થાય છે. એમનું એ કથન આ પ્રમાણે છે :
જે જે હું કહી ગયે તે તે કંઈ કેવળ જૈનકુળથી જન્મ. પામેલા પુરુષને માટે નથી, પરંતુ સર્વને માટે છે, તેમ આ પણ નિઃશંક માનજે કે હું જે કહું છું તે અપક્ષપાત અને પરમાર્થ બુદ્ધિથી કહું છું.”
તમને જે ધર્મતત્વ કહેવાનું છે તે પક્ષપાત કે સ્વાર્થબુદ્ધિથી. કહેવાનું મને કઈ પ્રજન નથી. પક્ષપાત કે સ્વાર્થથી હું તમને. અધર્મતત્વ બધી અધોગતિને શા માટે સાધું? વારંવાર હું તમને. નિગ્રંથના વચનામૃતે માટે કહું છું, તેનું કારણ તે વચનામૃત તત્વમાં પરિપૂર્ણ છે તે છે. જિનેશ્વરેને એવું કઈ પણ કારણ નહેાતું કે જે નિમિત્તે તેઓ મૃષા કે પક્ષપાતી બોધે; તેમ તેઓ અજ્ઞાની ન હતા કે એથી મૃષા બધાઈ જવાય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org