________________
૧૮૪
ધ્યાન : એક પરિશીનલ ૦ ધ્યાનમાથી સહજ ઉપલબધ થતી પ્રસાદી
સાધક આત્મસાધનામાં જેમ જેમ આગળ ગતિ કરે છે તેમ તેમ પ્રારંભનાં સાધને છૂટતાં જાય છે, જેમ કે પ્રારંભમાં એકાગ્રતા માટે સાધક શ્વાસ-પ્રશ્વાસનું અવલોકન કરતે હોય છે, વળી મંત્રજપનું અનુસંધાન કરતા હોય છે, તે પછી ચિંતન, સ્વ-નિરીક્ષણ કે દષ્ટિસ્થિરતા વગેરે. આ કમ સાધનાકાળમાં વિકસતે જાય છે. ગતિ-પ્રગતિની સાથે જીવનશુદ્ધિ થતી રહે છે. એ શુદ્ધિના સત્ત્વમાં ચિત્ત સ્થિર થતું જાય છે; એકાંત સેવનમાં આનંદ મળે છે અસંગપણાના અનુભવની ઝાંખી થાય છે; જીવન ધન્ય થતું જણાય છે, અને ક્યારેય નહિ માણેલું એવું આહ્લાદકારી અનુભવનું અપૂર્વ ઝરણું વહેવા માંડે છે. આથી પ્રારંભની સર્વ કઠણાઈઓ સહેજે સમાપ્ત થાય છે, અને પાણીના પ્રવાહની જેમ જીવનપ્રવાહ સરળપણે વહે છે, જ્ઞાનીજનની વાણી આત્મસાત્ થતી અનુભવાય છે કે આ માગે મનુષ્ય-જન્મનું ખરું સાફલ્ય છે. પરિભ્રમણ સમાપ્તતાની નજીક પહોંચ્યું જણાતાં અ૫ભવી ભાવિને અણસાર મળે છે. અપ્રત્યક્ષ એવા પ્રભાવિક જ્ઞાનીજનેને પ્રબળ સહારે નેપથ્યમાંથી અનુભવાય છે અને પ્રત્યક્ષ યંગ પણ કવચિત્ મળી રહે છે.
ધ્યાન એ આત્માના પ્રદેશ-પ્રદેશે વ્યાપ્ત શુદ્ધતાને સ્પર્શવાને ભાવાતીત માર્ગ છે. તે માગને સમ્યક્રપણે આરાધતાં પ્રગટતી શુદ્ધતાના અંશના આવિર્ભાવે ઘણું ચમત્કારે સજે છે, તે દૈહિક નથી, તેનું સ્પષ્ટપણે ભાન રાખવું. એ વૈચારિક સ્પષ્ટતા અને સમાન ધાન છે, બાહ્ય સંગમાં નિરાકુળતા, કપ્રિયતા, ભાવિ ઘટનાના સંકેત, અદ્ભુત અનુભવને અંતઃચેતનામય આનંદ, સમભાવની અનેરી અભિવ્યક્તિ, જીવનની ધન્ય ઘડીઓની પ્રતીતિ, વાસ્તતિક પરિવર્તન, જીવનક્રાંતિનું વીર્ય-બળ અને અને ગૃહસ્થપણમાં મુનિભાવની ઉત્કટ અભીપ્સા, આવા અનેક પ્રકારના ઉત્તમ જીવનપ્રવાહ પ્રગટ થાય છે.
જ્યાં સુધી ધ્યાનની નિર્વિકલ્પ ક્ષણને અનુભવ ન થાય ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org