________________
૧.૭૭
ઉપસંહાર અને અતીન્દ્રિય સુખની અનુભૂતિ પ્રાપ્ત થાય છે. આવી આત્મતન્મયતાની પળમાં મનેવૃત્તિ કર્મણવર્ગણાઓને ગ્રહણ કરતી નથી. એથી જ્ઞાનીને શરીરાદિ કે વ્યાપારાદિ વ્યવહારમાં પૂર્વના સંબંધે પૂર્ણ થાય છે અને પ્રાયે ન પ્રતિબંધ થતું નથી. કેમે કરીને તે આત્મા અનંત અવ્યાબાધ સુખને પામે છે.
આત્મસુખને માણવા કે આત્મતત્ત્વને પ્રગટ કરવા ધ્યાનને અભ્યાસ, ધ્યાનમાર્ગનું પરિજ્ઞાન અને પરિશીલન અત્યંત આવશ્યક છે. સર્વજ્ઞ વિતરાગ દે, પૂર્વાચાર્યો અને સદ્દગુરુઓ દ્વારા પ્રરૂપિત ધ્યાનમાર્ગ સુસ્પષ્ટ અને એક અબાધિત સત્ય છે. સંસ્કાર અને ભૂમિકા અનુસાર સાધક તેનું ક્રમશઃ સાચી શ્રદ્ધાપૂર્વક આરાધન કરે તે આ માગે લક્ષ્ય સાધ્ય થઈ શકે છે.
જળસમુદ્રમાં ડૂબતા માનવના હાથમાં કેઈ નાનું–મેટું કે કાળું–ધળું લાકડું આવે ત્યારે તે ડૂબતે માનવી કંઈ પણ વિકલ્પ કર્યા વગર, તે લાકડાને વળગી જ પડે છે અને કિનારે પહોંચે ત્યાર પછી જ તેને છેડે છે. તેવું ધર્મના અવલંબન માટે સમજવાનું છે.
વળી કઈ ઘરમાં આગ લાગે છે ત્યારે માણસ એ ઘરમાં રહેલી કીમતી વસ્તુઓને મોહ ત્યજી પ્રાણુને જ બચાવવા પ્રયત્ન કરે છે. આવા દષ્ટાંતને લક્ષમાં રાખી વિચારવાન આત્માઓ સંસારને મેહરૂપી ભવસાગર જાણુ ધર્મના અવલંબન વડે તરી જવા માટે સભાન રહે છે, અને સંસારના ત્રિવિધ તાપની પીડાથી દૂર થવા ધ્યાનમાગે શીવ્રતાએ પ્રયાણ કરે છે. પૂર્વના શુભાગે મળેલાં સાધન, સંપત્તિ અને સમયને સદુઉપયોગ કરી ભવસાગરરૂપ સંસારમાંથી બહાર નીકળી જવા પ્રયત્નશીલ રહે છે. અશુભાગના નિમિત્તે પ્રાપ્ત થયેલા દુ:ખજન્ય સંગનું સ્વરૂપ વિચારી વૈરાગ્યવાન થાય છે અને તે શાશ્વત સુખને પામે છે.
સંસારના અનેકવિધ પ્રપથી અને પાપ-વ્યાપારથી મુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org